સોશિયલ મીડિયા પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણનો એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. જેના પરિણામે તેના ખુબ વખાણ થઇ રહ્યા છે. NSDLના રજત જયંતિના અવસરે મુંબઈમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને NSDLના MD પદ્મજા ચુંદરુ સંબોધિત કરી રહ્યા હતા તે દરમિયાન તેઓએ પાણી માંગ્યું હતું.
પરંતુ થોડીવાર થઇ ગઈ છતાં કોઈ પાણી લઇને આવ્યું ન હોવાથી કાર્યક્રમમાં હાજર નિર્મલા સિતારમણ પોતાની સીટ પરથી ઉઠે છે અને પાણીનો ગ્લાસ અને બોટલ લઇને આવે છે અને એમડીને પાણી આપે છે. પદ્મજાએ નાણાં મંત્રીનો આભાર માન્યો અને ગ્લાસમાં પાણી નાખીને પીધું. આ વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. અને સૌ કોઈ નિર્મલા સિતારમણની પ્રશંસા કરી રહ્યા છે.
#NSDL ના એમડીએ પાણી માંગ્યું તો નિર્મલા સીતારમન પોતે ગ્લાસ અને બોટલ લઇને પહોચ્યા
હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો
આ વાયરલ વિડીઓથી @nsitharaman ના ચોતરફ થઇ રહ્યા છે વખાણ#Khabargujarat pic.twitter.com/szP6KZzPJs
— Khabar Gujarat (@khabargujarat) May 9, 2022