પ્રથમ દરોડો, જામનગર તાલુકાના મસીતિયા ગામમાંથી જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હબીબ ઉર્ફે બીબો કાસમ ખફી, હાજી ઉર્ફે હાજો હબીબ બુઢાણી, વિરમલ ચમન નાગપાલ, અરજણ મેરામણ કરમુર, બીપીન ધાના ગોહિલ નામના પાંચ શખ્સોને એએસઆઈ વી.ડી. રાવલિયા તથા સ્ટાફે રેઇડ દરમિયાન રૂા.29800 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. બીજો દરોડો, જામનગરના ધરારનગર-1 વિસ્તારમાં કાપડ મીલ પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા અલ્તાફ હબીબ મોવર, અસગર કરીમ ખટીયા, આફતાબ મજીદ જોખીયા નામના ત્રણ શખ્સોને સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.10190 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્રીજો દરોડો, જામનગર શહેરના બેડી વિસ્તારમાં ઈકબાલચોકમાંથી વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા અસ્લમ સીદીક કકકલ નામના શખ્સને બેડી મરીન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.900 ની રોકડ રકમ અને વર્લીના આંકડા સાથે ઝડપી લીધો હતો.