જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં યાદવનગર પાસે ભકિતનગરમાં રહેતાં પિયુષ ડેર દ્વારા તેના મકાનમાંથી જૂગારનો અખાડો ચલાવતો હોવાની એલસીબીના કિશોર પરમાર, વનરાજ મકવાણા અને ધાના મોરીને મળેલી બાતમીના આધારે પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબીના પીઆઇ કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.બી.ગોજિયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે દરોડા દરમિયાન પિયુષ ગોવિંદ ડેર, મયુર ઉર્ફે મયલો કરશન ભાટીયા, સાજણ ઉર્ફે મુન્નો નાથા મુન, પાલા કારા રાવલિયા, ક્રિપાલસિંહ પ્રકાશસિંહ જાડેજા, ઈન્દ્રેશ એભા ગાગલિયા, માંડણ ભીમા જામ અને બે મહિલાઓને ઝડપી લઇ રૂા.1,02,000 ની રોકડ તથા ગંજીપનાઅને રૂા.6 લાખની એક કાર તથા રૂા.31000 ની કિંમતના આઠ મોબાઇલ મળી કુલ રૂા.7,33,000 નો મુદ્દામાલ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના અશોકસમ્રાટનગર વિસ્તારમાં સીક્કા ઉછાળી કાટ છાપનો જૂગાર રમતા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે દરોડા દરમિયાન ચેતન હરીલાલ પંડયા, સુખદેવ દાદારામ વાનખડે અને રાજુ ધનજી પટણી નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ રૂા.11,102 ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર તાલુકાના સપડા ગામની સીમમાં ઘોડીપાસાનો જૂગાર રમાતો હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે દરોડા દરમિયાન હિતેશ ઉર્ફે સની રમેશ રાઠોડ, ભીખુ પ્રભુ અમૃત લાલ લીંબડ અને સમીર ઉર્ફે લછી હસન ઠાકરીયા નામના ત્રણ શખ્સોને રૂા.11,630 ની રોકડ તથા ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઈ નાશી ગયેલ વસીમ મીલક, નજીર ઉર્ફે દારુ પીંજારા, જાવીદ ઉર્ફે દાણી, જયરાજસિંહ મોહબતસિંહ પીંગળ અને જયેશ ઉર્ફે જયલો સવાસરિયા નામના પાંચ શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગર શહેરના રણજીતસાગર રોડ પર સાધના કોલોની વિસ્તારમાંથી ભારતીય ચલણી નોટો પર એકી બેકીનો જૂગાર રમતા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન ઈબ્રાહિમ ગફાર ઉર્ફે બોદુ ખફી સુમરા, નઇમ અસલમ સોઢા અને રવિ આરમુગલ મોદલીયા નામના ત્રણ શખ્સોને રૂા.5500 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.