ભાણવડના રામેશ્વર પ્લોટ ખાતે સ્થાનિક પોલીસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા પાંચ મહિલાઓને રૂા. 1,320 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે ભાણવડથી આશરે 14 કિલોમીટર દૂર પાછતરડી ગામે રાત્રીના દોઢેક વાગે સ્થાનિક પોલીસે જાહેરમાં રમાતા જુગાર પર દરોડો પાડ્યો હતો. અહીં તીનપતીનો જુગાર રમીને પૈસાની હારજીત કરી રહેલા બાલુ માંડા મકવાણા, ભરત માંડા મકવાણા, વેજા કાના હુણ અને પાંચા ગલા કોડીયાતર નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ,રૂા. 4,880 રોકડા તથા રૂપિયા પાંચ હજારની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂા. 9,880 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.