કોરોના વાયરસનો પ્રકોપ વિશ્ર્વમાં હજુ યથાવત છે. તેમાં પણ ચીનમાં કોરોનાનો પ્રકોપ ખૂબ જ વધારે છે. ચીન તરફથી મળતા મૃત્યુના આંકડા ચોંકાવનારા છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ચીનમાં પ્રથમ પાંચ અઠવાડિયા દરમિયાન લગભગ 60,000 કોરોનાથી મૃત્યુ નોંધ્યા છે, જે વિશ્વમાં અત્યાર સુધીનો સૌથી વધુ મૃત્યુ આંક છે. નેશનલ હેલ્થ કમિશને આ અઠવાડિયામાં અનંતે ખુલાસો કરતા કહ્યું હતું કે, ડિસેમ્બરની શરૂઆતમાં ઝીરો કોરોના નીતિને કારણે ચીનમાં અચાનક ઓમિક્રોન ચેપમાં વધારો થયો હતો અને 12 જાન્યુઆરી સુધીમાં ચીનની હોસ્પિટલોમાં 59,938 જેટલા મૃત્યુ નોંધાયા હતા. એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે, જાન્યુઆરી સુધીમાં 64 ટકા વસ્તી ચીનમાં ચેપગ્રસ્ત છે. તેને જોતા એવો અંદાજ લાગવામાં આવે છે કે 0.1 ટકા કેસ મૃત્યુ દરના આધારે છેલ્લા પાંચ અઠવાડિયામાં 900,000 લોકો મૃત્યુ થયા હશે. જેનો અર્થ એ છે કે હોસ્પિટલમાં મૃત્યુઆંક ખૂબ વધારે હશે પરંતુ અધિકારીક આંકડાઓ અનુસાર કુલ મૃત્યુદરના 7 ટકા કરતા ઓછો છે. એક આરોગ્ય નિષ્ણાત અનુસાર, સત્તાવાર આંકડાઓનો અર્થ છે કે પાંચ અઠવાડિયા દરમિયાન દેશમાં દર દસ લાખ લોકોએ દરરોજ 1.17 મૃત્યુ થાય છે.