Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતવાવાઝોડાને કારણે રાજયમાં રાત્રિ કફર્યુ-નિયંત્રણો ત્રણ દિવસ યથાવત

વાવાઝોડાને કારણે રાજયમાં રાત્રિ કફર્યુ-નિયંત્રણો ત્રણ દિવસ યથાવત

ઝીરો કેઝયુલિટીના ધ્યેય સાથે વાવાઝોડાથી ઓછું નુકશાન થાય તે માટે રાજ્ય સરકાર કામે લાગી છે ત્યારે રાત્રિ કરફ્યૂનો નિર્ણય મોકુફી

- Advertisement -

કોરોનાના સંક્રમણને પગલે ગુજરાતમાં અમદાવાદ સહિત 38 શહેરોમાં રાત્રિ કરફ્યૂ લદાયો છે. આજે તા.18મીએ રાત્રિ કરફ્યૂની મુદત પૂર્ણ થઇ રહી છે. જોકે, ટૌટે વાવાઝોડું ગુજરાતમાં ભારે નુકશાન કરી શકે છે તેવી ભીતિને સમગ્ર સરકાર એક્શન મોડમાં આવી છે.

આ જોતાં રાત્રિ કરફ્યૂની મુદતમાં ત્રણ દિવસનો વધારો કરાયો છે. હાલ સરકારે કોઇ છૂટછાટ આપી નથી. જોકે, કોરોનાના કેસો ઘટયાં છે તે જોતાં રાજ્ય સરકાર મોટા શહેરોમાં લદાયેલાં નિયંત્રણો હળવા કરી શકે છે. કોરોનાની મહામારીએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધુ છે. કોરોનાની બીજી લહેર વઘધુ ઘાતક પુરવાર થઇ છે. કોરોનાના વધતાં સંક્રમણને પગલે અમદાવાદ ઉપરાંત રાજ્યના 38 શહેરોમાં રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ અમલમાં છે. જોકે, ગામડાઓની સરખામણીમાં અમદાવાદ,સુરત સહિતના શહેરોમાં કોરોનાના કેસોનુ પ્રમાણ ઘટયુ છે. હજુય કેસો ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે રાત્રિ કરફ્યૂની મુદત પૂર્ણ થઇ રહી છે. આ તરફ, ટૌટે વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે જેના પગલે સમગ્ર રાજ્ય સરકાર અને સમગ્ર તંત્ર ઝીરો કેઝ્યુલિટીના ધ્યેય સાથે કામે લાગ્યુ છે.

રાત્રિ કરફ્યૂના મુદ્દે કોર કમિટીની બેઠક મળનાર હતી પણ ટૌટે વાવાઝોડાને લીધે સમગ્ર મહેસૂલ,આરોગ્ય વિભાગથી માંડીને અન્ય વિભાગો,પોલીસ, ફાયર બ્રિગેડ સહિતના તંત્રનો એક જ લક્ષ્ય છે કે, વાવાઝોડાને કારણે ઓછી જાનહાની અને માલહાની થાય.સાથે સાથે કોરોનાના દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે હોસ્પિટલોમાં વિજળી-ઓક્સિજન ન ખૂટે તે માટે ખાસ આયોજન કરાયુ છે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી કોર કમિટીની બેઠકમાં ચર્ચા કર્યા વિના જ સરકારે રાત્રિ કરફ્યૂની મુદતમાં ત્રણ દિવસનો વધારો કરી દીધો છે. તા.21મી સુધી 38 શહેરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત રહેશે. હાલ કોઇ છૂટછાટ અપાઇ નથી. કોરોનાના કેસો ઘટયાં છે ત્યારે રાજ્ય સરકાર કોઇ જોખમ ખેડવા તૈયાર નથી પણ ખુદ ભાજપના પાંચથી વધુ ધારાસભ્યો અને કેટલાંક વેપારી એસોસિએશન રાજ્ય સરકાર સમક્ષ બજારો ખોલવા અને રાત્રિ કરફ્યૂ હટાવવા માંગ કરી ચૂક્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular