Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર સહીત રાજ્યના 29 શહેરોમાં 5 મે સુધી રાત્રી કર્ફ્યું લંબાવાયુ

જામનગર સહીત રાજ્યના 29 શહેરોમાં 5 મે સુધી રાત્રી કર્ફ્યું લંબાવાયુ

કોરોનાના વધતા સંક્રમણને લઇને વધુ 9 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ

જામનગર સહીત ગુજરાત રાજ્યમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લેતા રાજ્યના 20 શહેરોમાં રાત્રી કર્ફ્યું લગાવવામાં આવ્યું હતું. ત્યારે આજે રોજ 9 શહેરોનો વધારો કરવામાં આવ્યો છે. અને 5 મે સુધી જામનગર સહીત ગુજરાતના 29 શહેરોમાં રાત્રી કર્ફ્યું રહેશે. ગુજરાતમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

- Advertisement -

રાજ્યના 29 શહેરોમાં રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યું રહેશે. નવા ઉમેરાયેલા 9 શહેરો જેમાં  હિમ્મતનગર, પાલનુપર, નવસારી, પોરબંદર, વેરાવળ-સોમનાથ, છોટાઉદેપુર, વલસાડ, બોટાદ અને વિરમગામમાં પણ હવેથી રાત્રી કર્ફ્યું લાગશે. આ નવા 9 શહેરોમાં આવતીકાલથી એટલે કે 28 અપ્રિલથી 5 મે સુધી રાત્રી કર્ફ્યુંનું એલાન કરવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યના  મહાનગરો સહીત 20 શહેરોમાં પહેલાથી જ કર્ફ્યું છે. જેને 5 મે સુધી લંબાવવામાં આવ્યુ છે. રાજ્ય સરકાર દ્રારા કેન્દ્રીય ગૃહમંત્રાલયની માર્ગદર્શિકા મુજબ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સીવાય સમગ્ર રાજ્યમાં APMC બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.અગાઉ રાજ્યના 20 શહેરોમાં 30 અપ્રિલ સુધી રાત્રી કર્ફ્યુંની ઘોષણા કરવામાં આવી હતી. જયારે આવતીકાલથી 29 શહેરોમાં 5 મે સુધી રાત્રી કર્ફ્યું રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular