કોરોના વાયરસની મહામારીને નિયંત્રણમાં લાવવા માટે રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રી કર્ફ્યુંની જહેરાત 15 ફેબ્રુઆરી સુધી કરવામાં આવી હતી. આ રાત્રી કર્ફ્યું હવે લંબાવવામાં આવ્યો છે. તા.28 ફેબ્રુઆરી સુધી ચારે મહાનગરોમાં રાત્રી કર્ફ્યું યથાવત રહેશે.
રાજ્યના ચાર મહાનગરોમાં હાલ રાત્રે 11 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ નો આજે છેલ્લો દિવસ છે. જોકે રાજ્યના બાકીના નાના મોટા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ કરફ્યૂ નથી. ત્યારે આજે આ ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યું લંબાવવામાં આવ્યો છે. તા.28 ફેબ્રુઆરી સુધી રાત્રીના 12 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યું યથાવત રહેશે. આ અગાઉ રાત્રીના 11 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યું હતો. જેમાં હવે 1 કલાકની છુટ આપવામાં આવી છે.
દિવાળી બાદ કોરોના વાયરસે ગુજરાતમાં ફરી માથું ઉચકતા હાહાકાર મચાવ્યો હતો. જેને નાથવા રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સૂરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કરફ્યૂ લાદવામાં આવ્યો હતો. જોકે તેમાં સમયાંતરે છુટછાટ આપવામાં આવી હતી. અંતે ઉલ્લેખનીય છે કે આજે જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ગુજરાત સહીત દેશભરમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. પરંતુ ખતરો હજુ યથાવત છે.