Friday, December 5, 2025
HomeબિઝનેસStock Market Newsસોમવારે નિફટીમાં થશે બ્લાસ્ટ, 26,000 ??

સોમવારે નિફટીમાં થશે બ્લાસ્ટ, 26,000 ??

સોમવારે ભારતીય બજાર ખુલતાની સાથે બ્લાસ્ટ થવાના સ્પષ્ટ સંકેતો ગિફટ નિફટીએ આપી દીધા છે. શુક્રવારે ગિફટ નિફટી 160 અંકના વધારા સાથે બંધ થયો હતો. ત્યારે સોમવારે નિફટીમાં પણ મોટા ગેપઅપની સંભાવનાઓ પ્રબળ બની છે. સંભવત્ સોમવારે નિફટીમાં 26000 ના સ્તર સુધીનો ઉછાળો જોવા મળી શકે છે.

- Advertisement -

છેલ્લાં એક સપ્તાહથી ભારતીય શેરબજારમાં તેજીની આતશબાજી જોવા મળી રહી છે. ખાસ કરીને મુખ્ય ઈન્ડેકસ જેવા કે નિફટી, સેન્સેકસ, બેન્ક નિફટીમાં મજબુત ઉછાળો નોંધાયો છે. તમામ વૈશ્વિક કારણોને અવગણીને નિફટીએ મજબુત પોઝીટીવ કેન્ડલનું નિર્માણ કર્યુ છે. ઈન્ડેકસની આ તેજી હજુ આગામી કેટલાંક દિવસ જળવાઈ રહે તેવા સંકેતો બજાર સુત્રોમાંથી પ્રાપ્ત થઈ રહ્યા છે. બેન્ક નિફટીએ શુક્રવારના સેશનમાં જ તેનો અગાઉનો ઓલટાઈમ હાઈ ક્રોસ કરી નવા ઓલ ટાઈમ હાઈનું નિર્માણ કર્યુ છે. તેમજ 57713ની નવી ટોચે બંધ રહેવામાં સફળ થયો છે. બેન્ક બાદ હવે નિફટી પણ આગામી દિવસોમાં એટીએચ તરફ ગતિ કરશે. જેના સ્પષ્ટ સંકેતો ગિફટ નિફટીએ આપી દીધા છે. શેરબજારના આંતરિક વર્તુળોમાંથી પ્રાપ્ત જાણકારી અનુસાર દિવાળીના મુહુર્ત ટે્રડીંગ સુધીમાં એટલે કે મંગળવાર સુધીમાં નિફટી નવો એટીએચ લગાવી શકે છે. હાલ નિફટીનું ઉચ્ચતમ સ્તર 26,277 રહ્યું છે. શોર્ટ કવરીંગ તેમજ એફઆઈઆઈની પુન: શરૂ થયેલી ખરીદી આ તરફ ઈશારો કરી રહ્યા છે. બજારના મોટા માથાઓ તથા ઓપરેટરોએ બજારને કેટલાંક દિવસો અગાઉ જ 26,000 ના સ્તર ઉપર લઇ જવાનું પ્લાનિંગ કર્યુ હોવાનું પણ બહાર આવ્યું છે.

જો કે મહત્વની બાબત એ છે કે, નિફટીની આ રેલીમાં સ્મોલકેપ અને મિડકેપની હિસ્સેદારી જોવા મળી નથી. પરિણામે, રિટેલ રોકાણકારોના પોર્ટફોલીયોમાં કોઇ વધારો જોવા મળતો નથી. ઉલ્ટુ કેટલાંકના પોર્ટફોલીયો તો નેગેટીવ સ્થિતિ દર્શાવી રહ્યા છે ત્યારે સ્મોલકેપ, મિડકેપ વગરની બજારની આ તેજી કેટલી ટકાઉ અને ભરોસાપાત્ર છે ? તેને લઇને અનેક સંશયો ઉભા થયા છે તેમજ રોકાણકારોના મનમાં અનેક આશંકાઓ પણ ઉભી કરે છે. હાલની તેજીની વાસ્તવિક સ્થિતિ દિવાળી બાદ જ સામે આવશે. રોકાણકારોએ ખુબ જ સાવધાની અને સતર્કતા દર્શાવી જરૂરી બની ગઇ છે અન્યત્ર મગરમચ્છો નાના રોકાણકારોને મોટી ટ્રેપમાં ફસાવી શકે છે.

- Advertisement -

ડિસક્લેમર: ‘ખબર ગુજરાત’ માત્ર માહિતીના હેતુઓ માટે જ શેરબજારના સમાચાર પ્રદાન કરે છે અને તેને રોકાણની સલાહ તરીકે ન ગણી શકાય. વાચકોને કોઈપણ રોકાણના નિર્ણયો લેતા પહેલા યોગ્ય નાણાકીય સલાહકારની સલાહ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular