રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!
કોરોના સંક્રમણમાં સ્થાનિક સ્તરે હાલ સ્થિતિ અંકુશમાં આવી જતાં અને ત્રીજી લહેર બાબતે હજુ અનિશ્ચિતતા પ્રવર્તિ રહી હોવાથી અને કોર્પોરેટ પરિણામોની જૂનની સીઝન એકંદર સારી નીવડી રહી હોવા સાથે ગત સપ્તાહના અંતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વર્તમાન ફુગાવાના ઊંચા દરને જોતાં ધિરાણ નીતિ સમીક્ષા મીટિંગમાં વ્યાજ દર જાળવી રાખવામાં આવતા ભારતીય શેરબજારોમાં વિક્રમી તેજીનો નવો ઈતિહાસ રચાયો હતો. કોરોના સંક્રમણમાં ઘટાડાની સાથે દેશમાં ઔદ્યોગિક-આર્થિક ગતિવિધિ વધતાં અને અનલોક ઝડપી બની રહ્યું હોઈ આર્થિક વિકાસને વેગ મળવાની અપેક્ષા સાથે દેશમાં ચોમાસાની સારી પ્રગતિએ આગામી દિવસોમાં કૃષિ સાથે ગ્રામીણ અર્થતંત્રમાં વિકાસની ઝડપ જોવા મળશે એવા અંદાજોએ બીએસઇ સેન્સેક્સે ૫૪૭૧૭ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૬૩૫૦ પોઈન્ટની નવી ઐતિહાસિક ટોચ બનાવી હતી.
વિવિધ સાનુકૂળ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં વિક્રમી તેજી ચાલુ રહી હતી. શેરોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની સતત વેચવાલી સામે લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ મોટાપાયે ખરીદી ચાલુ રાખતાં અનેક શેરો નવી વિક્રમી ઊંચાઈ નોંધાવી હતી. નાણા પ્રધાન નિર્મલા સીતારામ દ્વારા સંસદમાં કરેલા નિવેદનમાં વિશ્વના દેશોની સેન્ટ્રલ બેંકો દ્વારા અર્થતંત્રને વેગ આપવા પગલાં લેવાઈ રહ્યાનું જણાવતાં સંકેતોની પોઝિટીવ અસર જોવાઈ હતી. આ સાથે ફુગાવા-મોંઘવારીને અંકુશમાં લેવા માટે પેટ્રોલ, ડિઝલના ભાવમાં ઘટાડો જરૂરી બની ગયો હોઈ આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડાની પણ પોઝિટીવ અસર જોવાઈ હતી.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
કોરોનાની ત્રીજી લહેરના જોખમને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટીની સમીક્ષા બેઠકમાં વ્યાજ દર યથાવત રાખ્યા છે. કોમોડિટીના ઊંચા ભાવને કારણે ઉત્પાદન ખર્ચ પર અસર પડી રહી છે, જેની સીધી અસર ફુગાવા પર જોવા મળે છે. ફુગાવાને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કે તેની અંતિમ બેઠકમાં પણ વ્યાજ દર યથાવત રાખ્યા હતા. કોરોનાની બીજી લહેર બાદ દેશમાં આકાર લઈ રહેલી બૃહદ્દ આર્થિક સ્થિતિ પર આરબીઆઈ નજર રાખી રહી છે. ઈંધણના ઊંચા ભાવને કારણે ફુગાવો હાલમાં ઊંચો છે. ઈંધણના ભાવ ટૂંક સમયમાં નબળા પડવાની અપેક્ષા રખાઈ રહી છે છતાં ફુગાવાનો ઊંચો દરને ધ્યાને રાખી એમપીસીએ સતત સાતમી બેઠકમાં રેપો રેટ ૪% જાળવી રાખ્યો છે.
સ્થાનિક સ્તરે ઉત્પાદન ક્ષેત્રથી વિપરીત સેવા ક્ષેત્રની સ્થિતિ જુલાઈ માસમાં પણ નબળી ચાલુ રહી હતી. મહારાષ્ટ્ર, કેરળ સહિત વિવિધ રાજ્યોમાં નિયમનકારી અંકૂશો જુલાઈ માસમાં પણ ચાલુ રહેતા સેવા ક્ષેત્ર ખાસ કરીને હોટેલ્સ, પર્યટન વગેરે પર પ્રતિકૂળ અસર ચાલુ રહી હતી. કોરોનાની ત્રીજી લહેરના જોખમને ધ્યાનમાં રાખી કેટલીક રાજ્ય સરકારોએ નિયમનો ચાલુ રાખ્યા છે. આઈએચએસ માર્કિટ દ્વારા તૈયાર કરાતો સેવા ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ’ જે જુન માસમાં ૪૧.૨૦ રહ્યો હતો તે જુલાઈ માસમાં વધી ૪૫.૪૦ રહ્યો હતો. આમ સેવા ક્ષેત્રનો પીએમઆઈ જુલાઈમાં સતત ત્રીજા મહિને ૫૦થી નીચે રહ્યો હતો જે સેવા ક્ષેત્રમાં સંકોચન થયાનું સૂચવે છે.
ભારતીય અર્થતંત્ર માટે મહત્વના એવા સેવા ક્ષેત્ર પર કોરોનાએ ગંભીર અસર પહોંચાડવાનું ચાલુ રાખ્યું છે. નબળી માંગ તથા મંદ આઉટલુકને કારણે જુલાઈ માસમાં પણ સેવા ક્ષેત્રમાં કર્મચારીઓની છટણી સતત આઠમાં મહિને ચાલુ રહી હતી. કાચા માલના ભાવમાં વધારાને કારણે સેવા માટેના ચાર્જિસમાં પણ છેલ્લા આઠ માસનો ઝડપી વધારો જોવાયો છે. તમામ નેગેટિવ પરિબળોને જોતાં શેરબજારની જોવાઈ રહેલી અફડાતફડીની ચાલ અને ચોક્કસ એક સેકટરના શેરોમાં રોજબરોજ તેજી કરીને બજારને ટકાવી રાખવાના થઈ રહેલા પ્રયાસોને જોતાં આગામી દિવસોમાં સાવચેતી જરૂરી બની રહેશે.
બજારની ભાવી દિશા…. મિત્રો, વિવિધ સાનુકૂળ અહેવાલો પાછળ ચોમેરથી નીકળેલ નવી લેવાલી પાછળ ભારતીય શેરબજારે આગેકૂચ જારી રાખી છે. કોરોના મહામારીની પ્રતિકૂળતા વચ્ચે પણ કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા જાહેર થયેલા જૂન ત્રિમાસિક પરિણામો પ્રોત્સાહક આવતા વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું પણ દેશની ઈક્વિટીઝ માર્કેટમાં જંગી રોકાણ આવી રહ્યું છે. નવી લેવાલી પાછળ બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીમાં નવા ઊંચા મથાળાના વિક્રમ રચાયાની સાથે બીએસઈ માર્કેટ કેપે પણ નવો ઈતિહાસ રચ્યો હતો. સેકન્ડરી માર્કેટની સાથોસાથ દેશના મૂડી બજારમાં પ્રાઈમરી માર્કેટ પણ હાલમાં ધમધમી રહ્યું છે. અનેક સારી કંપનીઓના આઇપીઓ આવી રહ્યા છે.
દેશની મેન્યુફેકટરીંગ ક્ષેત્રની કામગીરીમાં સુધારો થતા જુલાઈ માસનો મેન્યુ. પીએમઆઈ વધીને ૫૫.૩૦ની ત્રણ માસની ઊંચી સપાટીએ રહ્યો હતો. આ સાથે જુલાઇ માસનું જીએસટી કલેકસન ફરી એકવાર વધીને રૂ.૧ લાખ કરોડ પહોંચી ગયું છે. જે શેરબજાર માટે ટેકારૂપ બની રહેશે. જોકે કોરોના સંક્રમણમાં ઘટાડા સામે પેટ્રોલ, ડિઝલના વિક્રમી ઊંચી સપાટીએ પ્રવર્તિ રહેલા ભાવોના કારણે મોંઘવારી અસહ્ય બનવા લાગી હોઈ આ નેગેટીવ પરિબળ અને આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં રાજયોની ચૂંટણીઓની તૈયારી વચ્ચે સાવચેતી જરૂરી બની રહેશે. ઉપરાંત જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામોની સાથે ક્રુડ ઓઈલના ભાવ તેમજ રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર ભારતીય શેરબજારની નજર રહેશે.
મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!
નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૬૨૬૭ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૪૦૪ પોઇન્ટના પ્રથમ અને ૧૬૪૭૪ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૬૨૦૨ પોઇન્ટથી ૧૬૧૭૩ પોઇન્ટ, ૧૬૦૬૦ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૬૪૭૪ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૬૦૦૧ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૪૭૪ પોઇન્ટના પ્રથમ અને ૩૬૬૦૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૫૮૦૮ પોઇન્ટથી ૩૫૬૭૬ પોઇન્ટ, ૩૫૫૦૫ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૬૦૬ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……
૧) એપેકસ ફ્રોઝન ( ૩૬૨ ) :- પેકેજ ફૂડ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૩૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૭૮ થી રૂ.૩૮૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.૩૯૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!!
૨) ધામપુર સુગર ( ૩૩૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૧૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૩૦૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૪૭ થી રૂ.૩૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
૩) નોસિલ લિમિટેડ ( ૨૮૮ ) :- રૂ.૨૭૭ નો પ્રથમ તેમજ રૂ.૨૬૪ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૦૩ થી રૂ.૩૧૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!
૪) એપટેક લિમિટેડ ( ૨૬૭ ) :- ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૮૨ થી રૂ.૨૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!
૫) મધરસન સુમી ( ૨૩૭ ) :- રૂ.૨૨૦ નો પ્રથમ તેમજ રૂ.૨૧૩ ના સ્ટોગ સપોર્ટથી ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૪૪ થી રૂ.૨૫૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
૬) પાવર ગ્રીડ ( ૧૭૫ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૬૦ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૮૮ થી રૂ.૧૯૪ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
૭) હિન્દુસ્તાન કોપર ( ૧૪૫ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૩૩ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૫૭ થી રૂ.૧૭૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
૮) પ્રિસમ જ્હોનસન ( ૧૪૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૭ આસપાસ રોકાણકારે રૂ.૧૫૩ થી રૂ.૧૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૧૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!
ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……
૧) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૦૯૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૨૦૩૩ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ઇન્ટીગ્રેટેડ ઓઇલ & ગેસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૧૧૩ થી રૂ.૨૧૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!
૨) ઓરબિંદો ફાર્મા ( ૯૦૪ ) :- આ સ્ટોક રૂ.૮૮૮ નો પ્રથમ તેમજ રૂ.૮૭૮ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૨૨ થી રૂ.૯૩૦ સુધી ની તેજી તરફ રુખ નોંધાવશે..!!
૩) આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૭૦૨ ) :- ૧૩૭૫ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૬૮૬ નો પ્રથમ તેમજ રૂ.૬૭૩ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! બેન્ક સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૭૨૨ થી રૂ.૭૩૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!
૪) બાટા ઇન્ડિયા ( ૧૬૮૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૦૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૧૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૬૪૭ થી રૂ.૧૬૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૩૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
૫) એચડીએફ બેન્ક ( ૧૪૯૬ ) :- રૂ.૧૫૧૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૩૦ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૪૭૭ થી રૂ.૧૪૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૫૪૪ ઉપર તેજી તરફી ધ્યાન… !!
૬) ટાટા સ્ટીલ ( ૧૪૩૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૫૪ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૪૧૭ થી રૂ.૧૪૦૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૬૭ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……
૧) ડી બી કોર્પ ( ૯૧ ) :- પબ્લિકેશન સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૭ થી રૂ.૧૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!!રૂ.૭૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
૨) જમના ઓટો ( ૮૬ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૮૦ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૩ થી રૂ.૯૭ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!
૩) જીએફેલ લિમિટેડ ( ૭૧ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૩ નો પ્રથમ તેમજ રૂ.૫૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ઇન્ડસ્ટ્રીયલ ગેસ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૭૭ થી રૂ.૮૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
૪) ટેક સોલ્યુશન ( ૬૩ ) :- રૂ.૫૫ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૭ થી રૂ.૭૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!રૂ.૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…..!!
શેરબજાર જોખમી તબક્કામાં…!! સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )