રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!
કોરોના સંક્રમણની બીજી લહેર બાદ હવે ત્રીજા લહેર પૂર્વે કેન્દ્ર અને રાજયો સરકારોએ આગોતરા સાવચેતીમાં તકેદારીના પગલાં લેવા માંડતાં અને આ ત્રીજી લહેર તુલનાત્મક બીજી લહેર ઘાતક નહીં રહેવાના અંદાજો વચ્ચે આર્થિક – ઔદ્યોગિક પ્રવૃતિ આગામી દિવસોમાં વધુ ધમધમવાના અંદાજોએ ફંડોએ ગત સપ્તાહે તેજી કરી હતી. કોર્પેોરેટ ઈન્ડિયાના જૂન ૨૦૨૧ના અંતના પ્રથમ ત્રિમાસિકના પરિણામોની સીઝન શરૂ થવા સાથે ફંડોએ શેરોમાં આક્રમક ઓલ રાઉન્ડ તેજીનું તોફાન મચાવતા બીએસઇ સેન્સેક્સે ૫૩,૨૫૩ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૫,૯૬૩ પોઈન્ટની નવી ઐતિહાસિક ટોચ બનાવી વિક્રમ સર્જયો હતો.
કોરોના મહામારી સામે એક તરફ વેક્સિનેશન પ્રોગ્રામને વેગ આપવા થઈ રહેલા પ્રયાસો સામે કોરોનાના ડેલ્ટ પ્લસ સહિતના નવા વેરિએન્ટના કારણે હવે ત્રીજી લહેરની ચિંતા અને આર્થિક મોરચે ભારતે આગામી દિવસોમાં મોટા પડકારોનો સામનો કરવો પડે એવી શકયતા છતાં દેશમાં ચોમાસાની સારી પ્રગતિ થઈ રહી હોવા સાથે સંસદના ચોમાસુ સત્રમાં અંદાજીત ૨૩ ખરડા રજૂ થવાના હોઈ એમાં વિવિધ સુધારાનો સમાવેશ હોઈ આગામી દિવસોમાં આર્થિક વિકાસને વેગ મળવાની અપેક્ષાએ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા ભારતીય અર્થતંત્રમાં ઝડપી રિકવરીનો અંદાજ મૂકીને આગામી દિવસોમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી સારી નીવડવાની અપેક્ષાએ તેજી કરતા ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
વિવિધ સાનુકૂળ પરિબળો પાછળ ૨૦૨૧ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન ભારતીય શેરબજારે નવી ઊંચી સપાટીના વિક્રમ રચ્યા છે. તો બીજી તરફ આ સમય દરમિયાન આઈપીઓ થકી ભંડોળ ઊભું કરવા બાબતે ૧૩ વર્ષ જૂનો રેકોર્ડ તોડીને નવો વિક્રમ રચ્યો છે. મહામારીની પ્રતિકૂળતા વચ્ચે પણ વર્ષ૨૦૨૧માં શેરબજારે નવા વિક્રમો રચતા શુષ્ક બનેલ પ્રાઈમરી માર્કેટ પણ ધબકતું થયું હતું અને એક પછી એક નવા આઈપીઓ આવતા પ્રાઈમરી માર્કેટે એટલે કે આઈપીઓ માર્કેટે નવો વિક્રમ રચ્યો છે.
વર્ષ ૨૦૨૧ના પ્રથમ છ માસમાં ભારતીય કંપનીઓએ આઈપીઓ થકી અંદાજિત ૩.૯ અબજ ડોલરનું ભંડોળ ઊભું કર્યું છે. જે ગત વર્ષ ૨૦૨૦ના સમાન સમયની તુલનાએ ત્રણ ગણું વધુ છે. જ્યારે વર્ષ ૨૦૦૮ પછી પ્રથમ વખત ૧૮૦ દિવસમાં કંપનીઓ દ્વારા આટલું મોટું ભંડોળ ઉભું કરાયું હોય. શેરબજારનું મોરલ સુધરતા રીટેલ રોકાણકારો પુન: સક્રિય બનતા તેનો સીધો ફાયદો પ્રાઈમરી માર્કેટને પણ થયો છે. અનેક આઈપીઓ મોટા પાયે છલકાયા છે. તો બીજી તરફ રોકાણકારોને પણ મોટાપાયે લિસ્ટિંગ ગેઈનનો ફાયદો પણ મળ્યો છે.
મહામારીના પગલે ગત એપ્રિલ અને મે માસમાં શેરબજારમાં વોલેટાલિટી વધવાની સાથોસાથ પ્રાઇમરી માર્કેટ પણ ઠંડુ પડી જવા પામ્યું હતું. આ સમય દરમિયાન નવા આઇપીઓનું પ્રમાણ પણ ઘટી જવા પામ્યું હતું. જો કે, જૂન માસથી મહામારી હળવી થવા સાથે શેરબજારમાં મુવમેન્ટ વધવાની સાથે પ્રાઇમરી માર્કેટ પણ ધમધમતું થવા પામ્યું છે.
બજારની ભાવી દિશા…. મિત્રો, દેશમાં કોરોનાની બીજી લહેર હવે ધીમી પડી છે. ત્યારે અનેક રેટિંગ એજન્સીઓ અને સંસ્થાઓ એમ કહી રહી છે કે કોરોનાની પ્રથમ લહેરની તુલનાએ બીજી લહેર દરમિયાન અર્થતંત્રને ઓછુ નુકસાન થયું છે. જો કે, આ મુદ્દાની બીજી તરફ વાસ્તવિક સ્થિતિ એ છે કે ભારતીય અર્થતંત્ર સામે અનેક અવરોધ હજુ યથાવત છે. ચાલુ માસના પ્રારંભે જાહેર થયેલા મેન્યુફેકચરિંગ તેમજ સર્વિસ સેકટરના આંકડા નબળા પૂરવાર થયા છે. ઇ-વે બિલ વધવા છતાં જીએસટી કલેકશનમાં પણ ઘટાડો થયો છે. જે પૂરવાર કરે છે કે પ્રતિકૂળતાઓ હજુ પણ યથાવત છે. મે માસમાં જીએસટી કલેકશન રૂ.૧.૦૨ લાખ કરોડ હતું. જે ગત માસ કરતા ઓછું છે. જૂનમાં અત્યાર સુધીમાં ઇ-વે બિલના આંકડા દર્શાવે છે કે આમાં પણ ગતિ આવી શકે છે. પરંતુ, તાજેતરમાં જાહેર થયેલ આંકડા મુજબ જીએસટી કલેકશન રૂ.૧ લાખ કરોડથી નીચે ઉતરી આવ્યું છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેના જુલાઈ બુલેટિનમાં કેટલાક અન્ય પરિબળોની રૂપરેખા આપી હતી જે અર્થવ્યવસ્થામાં આશાવાદ સાથે સુધારા તરફ દોરી રહી છે. બુલેટિનમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે કૃષિ સહિતના સમગ્ર પુરવઠાની સ્થિતિના અનેક પાસા અકબંધ છે. ચોમાસુ પણ અત્યાર સુધી સામાન્ય કરતા ૩૧% ઉપર છે. આ સૂચવે છે કે આ સારી પરિસ્થિતિઓ ચાલુ રહી શકે છે. આમ છતાં, આરબીઆઈએ કોરોનાની બીજી લહેર કારણે આખા વર્ષના જીડીપી વૃદ્ધિની આગાહી ૧૦.૫%થી ઘટાડીને ૯.૫% કરી દીધી છે.
કોરોનાની બીજી લહેરમાં પરિસ્થિતિ કાબૂ બહાર થયા બાદ હવે ત્રીજી લહેરની દહેશતે કેન્દ્ર સરકાર દ્વારા આ માટે તૈયારી શરૂ કરી દીધી હોઈ આગામી દિવસોમાં ત્રીજી લહેરના સંજોગોમાં ફરી લોકડાઉન સહિતના અંકુશો લાદવાની ફરજ પડવાની સ્થિતિમાં બજારનું સેન્ટીમેન્ટ ડહોળાઈ શકે છે. આ સાથે કોર્પોરેટ પરિણામોની શરૂ થયેલી સીઝનમાં જૂન ૨૦૨૧ના અંતના પ્રથમ ત્રિમાસિકના પરિણામો અપેક્ષાથી સાધારણ આવતાં શેરોમાં પ્રોફિટ બુકિંગ પાછળ નરમાઈ જોવાઈ મળી શકે છે. જે સાથે ક્રુડ ઓઈલના ઊંચા ભાવ અને પેટ્રોલ, ડિઝલના સતત વધતાં ભાવોએ મોંઘવારીનું પરિબળ રોજબરોજવધુને વધુ જોખમી બની રહ્યું હોઈ અને હવે ઉત્તર પ્રદેશમાં આવનારી ચૂંટણીઓની તૈયારી વચ્ચે આગામી દિવસોમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી શકે છે. જેથી ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!
નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૫૯૩૮ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૮૦૮ પોઇન્ટના પ્રથમ અને ૧૫૬૭૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૬૦૦૬ પોઇન્ટથી ૧૬૦૮૮ પોઇન્ટ, ૧૬૧૦૬ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૬૧૦૬ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૫૮૫૨ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૩૬૦ પોઇન્ટના પ્રથમ અને ૩૬૬૦૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૫૭૦૭ પોઇન્ટથી ૩૫૪૭૪ પોઇન્ટ, ૩૫૩૦૩ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૩૬૦ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……
૧) ઝેનસર ટેકનોલોજી ( ૩૬૪ ) :- ટેકનોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૪૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૩૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૭૭ થી રૂ.૩૯૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાન...!!!
૨) ઓરિયન્ટ ઇલેક્ટ્રિક ( ૩૨૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૪૪ થી રૂ.૩૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
૩) એપ્કોટેક્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૩૨૧ ) :- રૂ.૩૦૩ નો પ્રથમ તેમજ રૂ.૨૮૮ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૪૪ થી રૂ.૩૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!
૪) વી–ગાર્ડ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૬૨ ) :- ઇલેક્ટ્રિક એક્વિપમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૭૪ થી રૂ.૨૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!
૫) મધરસન સુમી ( ૨૪૩ ) :- રૂ.૨૩૦ નો પ્રથમ તેમજ રૂ.૨૧૭ ના સ્ટોગ સપોર્ટથી ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૬૩ થી રૂ.૨૭૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
૬) પાવર ગ્રીડ ( ૨૩૧ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૨૧૭ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૪૭ થી રૂ.૨૬૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
૭) રેલિગેર એન્ટરપ્રાઇઝ ( ૧૪૫ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૩૦ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૬૩ થી રૂ.૧૭૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
૮) જેએમસી પ્રોજેક્ટ ( ૧૨૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્સ્ટ્રકશન & ઇજનેરી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૪ આસપાસ રોકાણકારે રૂ.૧૩૭ થી રૂ.૧૫૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૦૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!
ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……
૧) લુપિન લિમિટેડ ( ૧૧૭૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૧૫૦ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૧૮૮ થી રૂ.૧૨૦૨ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!
૨) અદાણી પોર્ટ ( ૬૯૦ ) :- આ સ્ટોક રૂ.૬૭૬ નો પ્રથમ તેમજ રૂ.૬૬૪ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૭૦૭ થી રૂ.૭૧૭ સુધી ની તેજી તરફ રુખ નોંધાવશે..!!
૩) ઓરબિંદો ફાર્મા ( ૯૭૬ ) :- ૬૫૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૯૪૪ નો પ્રથમ તેમજ રૂ.૯૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ફાર્મા સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૯૯૦ થી રૂ.૧૦૦૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!
૪) એસીસી લિમિટેડ ( ૨૧૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૧૭૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૨૧૯૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૨૧૧૭ થી રૂ.૨૦૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૨૦૨ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
૫) ટાટા સ્ટીલ ( ૧૨૭૬ ) :- રૂ.૧૨૯૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૦૩ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૨૬૦ થી રૂ.૧૨૪૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૩૧૩ ઉપર તેજી તરફી ધ્યાન… !!
૬) એક્સિસ બેન્ક ( ૭૭૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૮૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૭૯૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૭૫૭ થી રૂ.૭૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૦૮ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……
૧) સુવેન લાઈફ ( ૯૧ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૭ થી રૂ.૧૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!!રૂ.૮૨ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
૨) ટાઈમ ટેકનોપ્લાસ્ટ ( ૮૪ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે પ્લાસ્ટિક પ્રોડક્ટ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૩ થી રૂ.૧૦૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!
૩) ટેક સોલ્યુશન ( ૬૬ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૨ નો પ્રથમ તેમજ રૂ.૫૫ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!!ફાર્મા સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૭૩ થી રૂ.૮૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
૪) ઈન્ફિબીમ એવેન્યુઝ ( ૫૦ ) :- રૂ.૪૪ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૫૭ થી રૂ.૬૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!રૂ.૬૩ ઉપર તેજી તરફી ધ્યાન…..!!
શેરબજાર જોખમી તબક્કામાં…!! સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )