Monday, December 30, 2024
Homeબિઝનેસનિફ્ટી ફ્યુચર રેન્જ ૧૫૦૦૮ થી ૧૫૩૭૩ પોઈન્ટ ધ્યાને લેવી...!!!

નિફ્ટી ફ્યુચર રેન્જ ૧૫૦૦૮ થી ૧૫૩૭૩ પોઈન્ટ ધ્યાને લેવી…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

ભારત ગંભીર કોરોના સંકટમાં ફસાયો હોઈ અત્યારે આ સંકટમાંથી બહાર આવવું મુશ્કેલ બની જતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુદ્વના ધોરણે વિશ્વના અનેક દેશો પાસેથી મદદ મેળવવા અને દેશના ઉદ્યોગપતિઓ, સરકારી તંત્ર તમામને કામે લગાડવા થઈ રહેલા પ્રયાસોના પરિણામ સારા આવવા લાગી દેશમાં કોરોના સંક્રમણના આંકડા અંકુશમાં આવી રહ્યાના સંકેતો અને દેશના અર્થતંત્રને ખાસ મોટો ફટકો નહીં પડવાના અમુક નિષ્ણાંતોના અભિપ્રાય વચ્ચે ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. કોરોનાની અત્યંત ઘાતક નીવડી રહેલી બીજી લહેરના પરિણામે દેશભરમાં મોટાભાગના રાજયોમાં લોકડાઉન લાગુ કરવાની પડી રહેલી ફરજ અને હવે દેશવ્યાપી લોકડાઉન કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થવાની અટકળો વચ્ચે દેશમાં બેરોજગારી મોટાપાયે વધવાના એંધાણે અને કોરાનાને અંકુશમાં લેવા વેક્સિનેશનને વેગ આપવાની આવશ્યકતા વચ્ચે ગત સપ્તાહે બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીમાં તેજી જોવા મળી હતી.

બેંકિંગ-ફાઈનાન્સ ક્ષેત્રે સૌથી મોટી ચિંતા ઉપજાવનારા આ સંકટમાં અગાઉ બેંકોએ લોકોની લોનો માફ કરવા મામલે સરકાર સાથે મોટી મડાગાંઠ કરીને બેંકોની લોનોડૂબત ન બને એ પ્રયાસ બાદ આ વખતે ફરી લોનો માફ કરવાનો વખત ન આવે એ માટે આગોતરા પ્રયાસ કરવા લાગતાં ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં તેજીનું તોફાન મચાવીને સેન્સેક્સને ૫૦૦૦૦ પોઈન્ટની સપાટી અને નિફટી ફ્યુચરે ૧૫૦૦૦ પોઈન્ટની સપાટી કુદવી હતી. આગામી દિવસોમાં કેન્દ્રિય નાણા મંત્રાલય ઉદ્યોગો માટે સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરે એવી બતાવાતી શકયતાએ પણ ફંડોએ તેજી કરી હતી.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

ભારતમાં કોરોના મહામારીના બીજા તબક્કામાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. સંક્રમણમાં વધારો થતા વિવિધ રાજ્યો દ્વારા લોકડાઉન સહિતના અન્ય પ્રતિબંધો અમલી બનાવાતા ભારતીય અર્થતંત્ર તો પુનઃ ખોરવાઈ જવા પામ્યું છે. તેની સાથોસાથ મહામારી વકરતા વૈશ્વિક અર્થતંત્ર પર પણ આગામી સમયમાં તેની પ્રતિકૂળ અસર જોવા મળશે તેમ આર્થિક નિષ્ણાંતોનું માનવું છે. ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને વિશ્વના આર્થિક વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે. ભારતમાં સંક્રમણમાં વધારો ન થાય તે માટે વિશ્વના અંદાજીત ૪૦ દેશો ભારતને મદદ કરી રહ્યા છે. આ મદદ પાછળનો મુખ્ય આશય ભારત આ કટોકટીમાંથી ઉગરી જાય તે રહેલો છે. મહામારીના પગલે ભારતમાં ઉદ્ભવેલું સંકટ એ માત્ર આરોગ્ય ક્ષેત્રનું જ સંકટ નહીં બલ્કે વૈશ્વિક અર્થતંત્ર સામે સંકટ ઊભું કરશે.

- Advertisement -

ભારતમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ વોલ્યુમની દ્રષ્ટિએ વિશ્વમાં ત્રીજો સૌથી મોટો અને મૂલ્યના સંદર્ભમાં ૧૧મો સૌથી મોટો છે. તે વૈશ્વિક સ્તરે નિકાસ કરેલી કુલ દવાઓના ૩.૫% અને જેનરિક દવાઓના વૈશ્વિક નિકાસના આશરે ૨૦% યોગદાન આપે છે. જો આ નિકાસ રૂંધાશે તો વિશ્વવ્યાપી આરોગ્યસંભાળ માટેના તમામ પ્રકારના પરિણામો પ્રતિકૂળ બની રહેશે. વર્તમાન પરિસ્થિતિમાં, ભારત વિશ્વની ૭૦% રસી પેદા કરે છે. જો આ રસીની નિકાસ રૂંધાશે તો પણ તેની વૈશ્વિક અર્થતંત્ર પર અસર થશે.

વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨ માટે મૂડી’સે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે અને દેશના સોવેરિન રેટિંગને અપગ્રેડ કરવાનું હાલમાં નકારી કાઢયું છે. રાજકોષિય ખાધ વધવાની પણ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. વર્તમાન નાણાં વર્ષ ભારતનો આર્થિક વિકાસ દર જે અગાઉ ૧૩.૭૦% રહેવા મૂડી’સ ઈન્વેસ્ટર્સ સર્વિસિઝે અંદાજ મૂકયો હતો તેમાં હવે ઘટાડો કરીને ૯.૩૦% કરાયો છે. 

કોરોનાની બીજી લહેરને કારણે દેશના વિવિધ રાજ્યો દ્વારા લાગુ કરાયેલા નિયમનકારી પગલાંઓને કારણે માલસામાનના ઉત્પાદનો તથા પૂરવઠા પર ખલેલ પડી છે. કોરોનાની બીજી લહેરની નેગેટિવ અસરને ધ્યાનમાં રાખી અંદાજમાં ઘટાડો આવી પડયો છે એમ મૂડી’સ દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે. આર્થિક વિકાસ દરમાં ઘટાડાને જોતા ભારત સરકારની રાજકોષિય ખાધ વર્તમાન નાણાં વર્ષના અંતે ૧૧.૮૦% રહેવા ધારણાં મૂકવામાં આવી છે જે અગાઉ ૧૦.૮૦% મુકાઈ હતી.

બજારની ભાવી દિશા…. મિત્રો, કોરોના સંક્રમણની બીજી લહેર વધુ ખતરનાક નીવડી દેશભરમાં આ મહામારીએ આતંક મચાવ્યો હોઈ આર્થિક મોરચે આગામી દિવસોમાં ફરી માઠાં પરિણામોની શકયતા વચ્ચે ભારતીય શેરબજારમાં આગામી દિવસોમાં સાવચેતી બની રહેવાની શકયતા છે. એક વર્ષથી કોરોનાના કારણે દેશભરમાં બેરોજગારીની સમસ્યામાં વધારો થયો હોઈ આ પરિસ્થિતિ આગામી દિવસોમાં વણસવાના સંજોગોમાં કેન્દ્ર અને રાજયો માટે મોટા પડકારો સર્જાવાની પૂરી શકયતા છે. જેથી હવે વેક્સિનેશન પ્રોગ્રામ વધુ કેટલી ઝડપે આગળ વધી શકશે એના પર નજર રહેશે.

આ સાથે કોરોનાના નવા સ્ટ્રેઈનના કેસો ફરી વધવા લાગતાં અત્યાર સુધી શોધાયેલી વેક્સિનમાં વધુ ડેવલપમેન્ટ અનિવાર્ય હોવાના અને વેક્સિનેશન પ્રોગ્રામ વધુ કેટલી ઝડપે આગળ વધી શકશે એના પર નજર વચ્ચે વૈશ્વિક બજારોમાં પણ આગામી દિવસોમાં સાવચેતી જોવાય એવી શકયતા છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના થઈ રહેલા રોકાણ પ્રવાહ પર નજર સાથે આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકી ડોલર સામે રૂપિયા સહિતની મૂલ્યમાં વધઘટ અને વૈશ્વિક બજારોની ચાલ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૫૨૨૨ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૦૦૮ પોઇન્ટના પ્રથમ અને ૧૪૮૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૫૩૦૩ પોઇન્ટથી ૧૫૩૭૩ પોઇન્ટ,૧૫૪૦૪ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૫૪૦૪ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૪૮૫૦ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૩૫૦ પોઇન્ટના પ્રથમ અને ૩૫૬૭૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૪૬૭૬ પોઇન્ટથી ૩૪૪૦૪ પોઇન્ટ, ૩૪૦૦૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૬૭૬ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) શારદા કોર્પ ( ૩૩૮ ) :- એગ્રો કેમિકલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૧૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૦૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૬૩ થી રૂ.૩૭૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.૩૮૩ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

) મંગલમ સિમેન્ટ ( ૩૨૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૧૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૩૦૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૪૮ થી રૂ.૩૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) ઓરિયન્ટ ઇલેક્ટ્રિક ( ૨૯૭ ) :- રૂ.૨૭૭ નો પ્રથમ તેમજ રૂ.૨૬૦ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૧૩ થી રૂ.૩૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) મધરસન સુમી ( ૨૪૩ ) :- ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૬૦ થી રૂ.૨૭૨ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૨૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ ( ૨૨૦ ) :- રૂ.૨૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૯૭ ના સ્ટોગ સપોર્ટથી ફોરેસ્ટ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૩૭ થી રૂ.૨૪૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) એનઆઈઆઈટી લિમિટેડ ( ૧૮૦ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૬૩ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૯૩ થી રૂ.૨૦૨ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) રેઇન ઇન્ડસ્ટ્રીઝ ( ૧૭૫ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૬૧ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૮૮ થી રૂ.૧૯૫ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) ડેલ્ટા કોર્પ ( ૧૬૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ડાયવર્સિફાય કમર્શિયલ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૭ આસપાસ રોકાણકારે રૂ.૧૭૭ થી રૂ.૧૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) ઈન્ડીગો ( ૧૬૯૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૬૭૦ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! એરલાઈન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૭૧૭ થી રૂ.૧૭૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) સિપ્લા લિમિટેડ ( ૯૨૮ ) :- આ સ્ટોક રૂ.૮૯૮ નો પ્રથમ તેમજ રૂ.૮૮૦ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૪૪ થી રૂ.૯૬૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) સન ફાર્મા ( ૬૯૩ ) :- ૧૪૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૬૭૬ નો પ્રથમ તેમજ રૂ.૬૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ફાર્મા સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૭૦૭ થી રૂ.૭૧૭ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) મુથૂત ફાઈનાન્સ ( ૧૨૬૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૯૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૨૩૭ થી રૂ.૧૨૧૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૧૩ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) ટેક મહિન્દ્ર ( ૯૮૧ ) :- રૂ.૧૦૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૧૮ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૯૬૬ થી રૂ.૯૪૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૦૨૩ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) અદાણી પોર્ટ ( ૭૭૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૮૦૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૮૧૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૭૩૩ થી રૂ.૭૧૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૩૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) જિંદાલ સ્ટેઈનલેસ ( ૯૭ ) :- આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૯ થી રૂ.૧૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!!રૂ.૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) પ્રિકોલ લિમિટેડ ( ૮૪ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૩ થી રૂ.૯૯ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) બોમ્બે ડાઈંગ ( ૭૮ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૩ નો પ્રથમ તેમજ રૂ.૬૬ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ટેક્ષટાઇલ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૮૮ થી રૂ.૯૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) સ્નોમેન લોજીસ્ટીક ( ૫૩ ) :- રૂ.૪૬ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૫૭ થી રૂ.૬૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!રૂ.૬૫ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

શેરબજાર જોખમી તબક્કામાં…!! સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular