Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસસોઇ, સાગર સહિત જિલ્લાના 12 જળાશયોમાં નવા નીર

સસોઇ, સાગર સહિત જિલ્લાના 12 જળાશયોમાં નવા નીર

જામનગર શહેરને પાણી પૂરૂં પાડતાં સસોઇમાં પોણા ત્રણ અને રણજીતસાગરમાં અડધો ફૂટ પાણી આવ્યું : જિલ્લાના અન્ય જળાશયોમાં અડધાથી દસ ફૂટ સુધી નવા પાણીની આવક

- Advertisement -

જામનગર જિલ્લામાં બે દિવસથી વરસી રહેલાં હળવા-ભારે વરસાદને કારણે જામનગર શહેરને પાણી પુરૂં પાડતાં સસોઇ તેમજ રણજીતસાગર સહિત જિલ્લા કુલ 12 જળાશયોમાં નવા પાણીની આવક થવા પામી છે. સસોઇમાં પોણા ત્રણ ફુટ, જયારે રણજીતસાગરમાં અડધો ફૂટ નવું પાણી આવ્યું છે. આ ઉપરાંત જામનગર જિલ્લામાં આવેલાં કુલ રપ જળાશયો પૈકી 10 જળાશયોમાં અડધાથી દસ ફુટ જેટલાં પાણીની આવક થઇ છે. જામનગર સિંચાઇ વિભાગના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર ફુલઝરકોટડા બાવીસી જળાશયમાં સૌથી વધુ 10.24 ફુટ નવું પાણી આવ્યું છે. આ ઉપરાંત ફુલઝર-1માં 5.35 ફુટ, ફુલઝર-2 માં 6 ફુટ, રૂપારેલ 5.41 ફુટ, રંગમતિ 3.54 ફુટ, વોડીસાંગ 3.12 ફુટ, બાલંભડી 3.51, રૂપાવટી અને કંકાવટીમાં પોણો ફુટ નવા પાણીની આવક થવા પામી છે. જળાશયોમાં પ્રથમ વખત નવા પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular