Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ XCનો પેસારો

ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ XCનો પેસારો

વડોદરાના પુરૂષ દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો : તબીબોના મતે નવો વેરિયન્ટ પણ ચેપી છે પણ ઘાતકી નથી : કેન્દ્ર સરકાર દેશના પાંચ રાજયોને કોરોનાના વધતા કેસ અંગે આપ્યું એલર્ટ

- Advertisement -

ચીનમાં હાહાકાર મચાવનાર કોરોનાના નવા સબ વેરિયન્ટ એકસઇનો ગુજરાતમાં પણ પેસારો થયો છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક પુરૂષ દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેને પગલે સતર્ક બનેલાં શહેરના આરોગ્ય તંત્રએ આ અંગે તપાસ હાથ ધરી છે. દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી ઉપરાંત આજુબાજુના વિસ્તારોમાં પણ ટેસ્ટીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નવા વેરિયન્ટને પગલે રાજયમાં ચિંતાની લાગણી પ્રસરી છે. દરમ્યાન કોરોનાના વધતા કેસ અંગે કેન્દ્ર સરકાર પણ સતર્ક બની છે. કેન્દ્રના આરોગ્ય સચિવે ગઇકાલે દેશના પાંચ રાજયો દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર અને મિઝોરમને પત્ર પાઠવી કોરોના સામે સતર્ક રહેવા આદેશ આપ્યો છે. તેમજ જરૂરી તમામ પગલાંઓ લેવા જણાવવામાં આવ્યું છે. જાણવા મળ્યા મુજબ 3 દિવસ પહેલા મહારાષ્ટ્રથી વડોદરા આવેલા વ્યક્તિના કોવિડ ટેસ્ટમાં એકસઇવેરિએન્ટની પૃષ્ટિ થઈ છે. ગોત્રી વિસ્તારના તે પુરૂષ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તે દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે દર્દીના સીધા સંપર્કમાં આવેલા 2 લોકોનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

- Advertisement -

ડોક્ટર્સના કહેવા પ્રમાણે કોરોનાનો આ નવો વેરિએન્ટ ઘાતકી નથી અને તે ઓમિક્રોન જેવો માઈલ્ડ એટલે કે હળવો વેરિએન્ટ જ હોવાથી ડરવાની ખાસ કોઈ જરૂર નથી. જોકે ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યામાં થઈ રહેલા ઘટાડા વચ્ચે આ નવા વેરિએન્ટની એન્ટ્રીથી ચિંતા વધી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular