Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયચાર્જશીટ દાખલ થયા પછીના કિસ્સાઓમાં જામીન આપવા અંગે સુપ્રિમ કોર્ટની નવી ગાઇડલાઇન

ચાર્જશીટ દાખલ થયા પછીના કિસ્સાઓમાં જામીન આપવા અંગે સુપ્રિમ કોર્ટની નવી ગાઇડલાઇન

- Advertisement -

કોઇપણ અદાલતમાં કોઇપણ કેસની કાર્યવાહી દરમ્યાન ચાર્જશીટ દાખલ થઇગઇ હોય, તે પછી આરોપીને જામીન આપવા અંગે સર્વોચ્ચ અદાલતે ગઇકાલે ગુરૂવારે એક નવી ગાઇડલાઇન જાહેર કરી છે. અદાલતે એમ પણ કહ્યું છે કે, તપાસ દરમ્યાનની આરોપીની વર્તણૂંકને ધ્યાનમાં રાખી કોઇપણ અદાલત વચગાળાના જામીન આપી શકે છે.
ન્યાયમૂર્તિ એસ.કે.કૌલ અને ન્યાયમૂર્તિ એમ.એમ.સૂંદરેશની ખંડપિઢે સરકારના અતિરિકત સોલિસિટર જનરલ એસ.વી.રાજૂ અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી સિધ્ધાર્થ લૂથરાએ અદાલત સમક્ષ કરેલાં સુચનો પણ સ્વિકાર્યા હતાં.
સર્વોચ્ચ અદાલતે આ ગાઇડલાઇન જાહેર કરતી વખતે અપરાધની કુલ ચાર શ્રેણી, એ થી ડી સુધી, નક્કી કરી છે અને જાહેર પણ કરી છે. બંધારણીય જોગવાઇઓને ધ્યાનમાં રાખી સર્વોચ્ચ અદાલતે આ ગાઇડલાઇન તમામ પ્રકારની અદાલતો માટે નકકી કરી છે. ખંડપીઠે એમ પણ કહ્યું છે કે, નિચલી અદાલતોના લાભ માટે અમોએ આ આદેશ તમામ અદાલતો માટે જાહેર કર્યો છે.

આ ગાઇડલાઇનમાં દર્શાવવામાં આવેલી અપરાધની ચાર શ્રેણીઓ આ મુજબ છે
1: પ્રથમ ગુન્હા વખતે (આરોપી વકીલ મારફત અદાલત સમક્ષ હાજર થયો હોય તો પણ) સામાન્ય સમન્સ.
2: સમન્સ બજાવ્યા પછી પણ આરોપી અદાલત સમક્ષ હાજર ન થયો હોય, જામીનલાયક વોરન્ટના કેસમાં.
3: જામીનલાયક વોરન્ટ આપ્યા પછી પણ વારંવાર ગેરહાજર રહેલાં આરોપીને બિનજામીન લાયક વોરન્ટ મોકલવામાં આવ્યું હોય.
4: બિનજામીન લાયક વોરન્ટ રદ થયું હોય અથવા તેને જામીનલાયક વોરન્ટ અથવા સમન્સમાં ક્ધવટ કરવામાં આવ્યું હોય અને આરોપી હાજર થયો હોય કે ન થયો હોય અને સુનાવણીના બીજા દિવસે અથવા બીજી સુનાવણી પર આરોપી હાજર થવાની સહમતી દર્શાવે તેવા કિસ્સામાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular