ગુજરાતમાં ટ્રાફીક અને પાર્કીંગ સૌથી મોટી સમસ્યા છે અને માર્ગો પરના દબાણો તથા કોઈ ટ્રાફીક નિયમોનું પાલન નહી કરવાની એક વિશાળ વર્ગની મનોવૃતિથી તે સમસ્યા વકરાવે તે હવે જયારે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સ્તરના બે ઈવેન્ટ આગામી વર્ષોમાં આવી રહ્યા છે તો અમદાવાદ સહિત રાજયના મહાનગર પાલિકા ક્ષેત્રમાં ખાસ કરીને સોસાયટી કે શોપીંગ સેન્ટર સહિતના ક્ષેત્રોમાં પાર્કીંગ ફકત નિશ્ચિત કરેલા અને માર્કીંગવાળા ક્ષેત્રમાંજ વાહનોના પાર્કીંગની છુટ અપાશે અને જો તેની બહાર પાર્ક થયા હશે તો તેમાં વાહન ‘ટો’ કરવા સહિતના પગલા લેવાશે.
અમદાવાદ મહાનગરપાલિકાએ આ અંગે એક સ્પષ્ટ આદેશ દરેક સોસાયટી, શોપીંગ સેન્ટર તથા અન્ય સ્થળોએ જે પાર્કીંગ એરીયા છે તે સ્થળોએ જ પાર્કીંગ થાય તે જોવા જણાવ્યુ છે. શોપીંગ સેન્ટરની સોસાયટીઓ કે જાહેર માર્ગો પર જે ફુટપાથ નિશ્ચિત થયેલી છે ત્યાં પાર્કીંગ કરી શકાશે નહી કે માર્ગ પર કયાય પાર્કીંગ કરી શકાશે નહી.શોપીંગ સેન્ટરમાં જે પાર્કીંગ એરીયા દર્શાવાયા છે તેનો સોસાયટીના કમ્પાઉન્ડ કે તેવા તેની માલીકના ક્ષેત્રમાં જ પાર્કીંગ અને તે સ્થળો પર જો કોઈ બેરીકેડ કે પછી ચેઈન અથવા અન્ય આડસ ઉભી કરવામાં આવી છે તે દુર કરવાની રહેશે અને ત્યાં કોઈ પણ પ્રકારના સામાન કે ડિસપ્લે રાખી શકાશે નહી. કોમર્શિયલ ઈમારતો- શોપીંગ કોમ્પ્લેકસે આ સ્થળોએ ગાર્ડ રાખી નિયમિત પાર્કીંગ થાય તે જોવાનું રહેશે અને તેમાં ભંગ બદલ આકરી કાર્યવાહી થશે.


