સમગ્ર દુનિયામાં ધીરે ધીરે વેજિટેરિયન ફૂડ નું મહત્ત્વ વધી રહ્યું છે. લોકો તેમના ફૂડ હેબિટ પર પ્રત્યે જાગૃત થઈ રહ્યા છે. અનેક સેલિબ્રિટી પણ હવે વેજિટેરિયન ફૂડ તરફ વળી છે. વેજીટેરીયન ફૂડને અલગ તારવવા અને સીમાંકિત કરવા માટે FSSAI દ્વારા તેનો નવો લોગો જાહેર જાહેર કરવામાં આવ્યો છે.
આ પહેલા વેજિટેરિયન ફૂડ અને નોન વેજ ફૂડ ની ઓળખ અલગ બતાવવા માટે ગ્રીન સિમ્બોલ અને રેડ સિમ્બોલ ઉપયોગ કરવામાં આવતો હતો.પરંતુ, હવે ગ્રીન સિમ્બોલની જગ્યાએ એક નવો લોકો જોવા મળશે. FSSAI સીઈઓએ જણાવ્યું હતું કે, ’ વેજ ફૂડ પ્રત્યે પ્રેરિત કરવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે. આ માટે અમે વેગન લોગો લોન્ચ કર્યો છે.’
વેજિટેરિયન ફૂડમાં કોઈપણ પ્રકારના એનિમલ પ્રોડક્ટ કે તેના ભાગનો ઉપયોગ કરવામાં આવતો નથી. ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવેલા આ નવા મીડિયા યુઝર્સ તરફથી પ્રતિસાદ હતો અને FSSAI ના આ પ્રયત્નને લોકોએ વખાણ્યો હતો.
દેશમાં વેજિટેરિયન ફૂડ માટે લોન્ચ થયો નવો લોગો
લોકોને વેજ ફુડ પ્રત્યે પ્રેરિત કરવાનો FSSAIનો પ્રયાસ