Sunday, December 22, 2024
HomeબિઝનેસStock Market Newsડિસેમ્બરથી માત્ર ત્રણ દિવસમાં નવા આઇપીઓનું લિસ્ટીંગ

ડિસેમ્બરથી માત્ર ત્રણ દિવસમાં નવા આઇપીઓનું લિસ્ટીંગ

ઇશ્યુ બંધ થયાના દિવસે જ કરી દેવાશે એલોટમેન્ટ

- Advertisement -

શેરબજારમાં દાખલ થતી નવી નવી કંપનીઓનાં લીસ્ટીંગનો સમયગાળો વર્તમાન 6 દિવસમાંથી ઘટાડીને 3 દિવસ કરવાની જાહેરાત માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા કરવામાં આવી છે. આઈપીઓ બંધ થયાની તારીખના ત્રણ દિવસમાં લીસ્ટીંગ થઈ જશે. સેબીએ જાહેર કર્યું છે કે 1લી ડીસેમ્બરથી આ નિયમનો ફરજીયા અમલ કરવાનો રહેશે.

- Advertisement -

1લી સપ્ટેમ્બર બાદ પ્રાયમરી માર્કેટમાં દાખલ થનારી કંપનીઓ માટે નિયમ સ્વૈચ્છીક હશે પરંતુ 1 ડીસેમ્બર પછી આવનારા આઈપીઓ માટે અનિવાર્ય રહેશે.સેબીના નવા દિશા-નિર્દેશો પ્રમાણે આઈપીઓ જે દિવસે બંધ થાય તે દિવસે સાંજે જ કંપનીઓએ એલોટમેટને આખરી સ્વરૂપ આપી દેવુ પડશે. આઈપીઓમાં પૂરતા નાણાં ન આવ્યા હોય અને તે ફલોપ જાય તો બીજા દિવસે ઈન્વેસ્ટરોને નાણા રીફંડ કરી દેવા પડશે. સેબીનાં આ નવા નિયમથી ઈન્વેસ્ટરોને મોટો ફાયદો થશે. ત્રણ જ દિવસમાં શેર અથવા રોકાયાના નાણાં પરત મળી જશે.

શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીથી ઈન્વેસ્ટરોનુ આકર્ષણ યથાવત રહ્યુ છે.મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી (સીસ્ટમમેટીવ ઈન્વેસ્ટમેન્ટ પ્લાન) મારફત રોકાણનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે.

- Advertisement -

જુલાઈ મહિનામાં એસઆઈપી મારફત 15245 કરોડનું રેકોર્ડબ્રેક રોકાણ થયાનો રીપોર્ટ જારી થયો છે.જોકે મ્યુચ્યુઅલ ફંડોમાં કુલ રોકાણમાં ઘટાડો થયો છે.એસોસીએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઈન ઈન્ડીયાનાં રીપોર્ટમાં જણાવાયા પ્રમાણે જુલાઈમાં ઈકવીટી મ્યુચ્યૂઅલ ફંડમાં 7625.96 કરોડ કરતા 12 ટકા ઓછુ હતું આ સિવાય ઈટીએફમાંથી ઈન્વેસ્ટરોએ 353 કરોડનું રોકાણ પાછુ ખેચ્યુ હતું. જુનમાં તેમાં 3402 કરોડનું રોકાણ થયુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular