પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દાંડીયાત્રા નિમિત્તે અમદાવાદના એક દિવસીય પ્રવાસે છે.આઝાદીના અમૃત નો તેમના હસ્તે આજથી શુભારંભ થયો છે. આ પ્રસંગે પીએમ મોદી 91મી દાંડીયાત્રાનું પ્રસ્થાન કરાવીને શરૂઆત કરાવશે. 15 ઓગસ્ટ 2023 સુધી અમૃત મહોત્વ ચાલશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવીને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યું કે, દિલ્હીથી નીકળ્યો ત્યારે અદભૂત સંયોગ થયો. અમૃત મહોત્સવ પહેલા રાજધાનીમાં અમૃત વર્ષા થઈ.
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું છે આજે બાપુની ધરતી પર ઈતિહાસ બનતો જોઈ રહ્યા છીએ. મહોત્સવનો ભાગ બનવું એ આપણા માટે સૌભાગ્યપૂર્ણ છે. હું આઝાદી બાદ પણ રાષ્ટ્રરક્ષાની પરંપરાને જીવિત રાખનારા શહીદોને નમન કરું છું.અમૃત મહોત્સવ ભારતની ગૌરવ ગાથા છે.આ પર્વમાં સાશ્વત ભારતની પરંપરા પણ છે.પીએમએ ચરખા અભિયાન અને આત્મનિર્ભર ઇન્ક્યુબેટરનો પણ પ્રારંભ કરાવ્યો છે.
અમૃત મહોત્વમાં 5 સ્તંભો પર ભાર મુકવામાં આવ્યો છે. સ્વતંત્રતા સંઘર્ષ, વિચારો, સિદ્ધિઓ, ક્રિયાઓ અને ઉકેલ. પીએમએ જણાવ્યું કે દેશના નાગરીકોને દાંડીયાત્રાએ જોડ્યા હતા. મીઠુંએ આત્મનિર્ભરતાનું પ્રતિક છે.દરેક ચળવળ આપણને એક પ્રેરણા આપે છે.અગાઉ ઇંગ્લેન્ડથી આવતા મીઠા પર નિર્ભર થવું પડતું હતું. હવે દેશ આત્મનિર્ભર બની રહ્યો છે.અનેક શુરવીરોનો ઈતિહાસ અને તેમની વાતો લોકો સુધી પહોચાડવાની છે તેવું પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું. આ મહોત્વ વૈશ્વિક શાંતિ અને વિકાસનો મહોત્સવ છે. રાષ્ટ્રનું ગૌરવ ત્યારે જ જાગૃત રહે છે જ્યારે લોકોનું બલિદાન આવનારી પેઢી સુધી પહોંચે છે. પીએમએ જણાવ્યું કે નમક શ્રમ અને સમાનતાનું પ્રતિક છે. એક સમયમાં નમક આત્મનિર્ભરતાનું પ્રતિક હતું. દાંડીયાત્રામાં ભારતના સંસ્કારોનો સમાવેશ છે.
નરેન્દ્ર મોદીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે એવું લાગી રહ્યું છે કે તમામ તીર્થનો સંગમ થયો છે. આ એક ગૌરવશાળી અને ઐતિહાસિક પળ છે. દેશના ખૂણે-ખૂણેથી કેટલાય દલિત, આદિવાસી, મહિલાઓ અને યુવાઓ છે જેમણે અસંખ્ય તપ-ત્યાગ કર્યા. તામિલનાડુના 32 વર્ષના યુવા કોડિ કાથ કુમરનને યાદ કરતા પીએ મોદીએ કહ્યું કે અંગ્રેજોએ તેમના માથામાં ગોળી મારી દીધી. પરંતુ તેમણે મરતા મરતા પણ દેશના ઝંડાને જમીન પર પડવા દીધો નહીં. આઝાદીના આંદોલનની આ જ્યોતિને સતત જાગૃત કરવાનું કામ, પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ દરેક દિશામાં, દરેક ક્ષેત્રમાં, આપણા સંતો-મહંતો, આચાર્યોએ કર્યું હતું. એક પ્રકારે ભક્તિ આંદોલને રાષ્ટ્રવ્યાપી સ્વાધિનતા આંદોલનની પીઠિકા તૈયાર કરી હતી. 1857નો સ્વતંત્રતા સંગ્રામ, મહાત્મા ગાંધીનું વિદેશથી પાછું ફરવું, દેશને સત્યાગ્રહની તાકાત ફરીથી યાદ કરાવવી, લોકમાન્ય તિલકનું પૂર્ણ સ્વરાજ્યનું આહ્વાન, સુભાષ ચંદ્ર બોઝના નેતૃત્વમાં આઝાદ હિન્દ ફૌજની દિલ્હી માર્ચ, દિલ્હી ચલોના નારા કોણ ભૂલી શકે.