સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ તેના યુઝર્સ માટે નવા ફીચર લાવતું હોય છે. નવા ફીચર મુજબ હવેથી તમે ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પણ લાઈક કરી શકશો. અગાઉ આ ઓપ્શન ન હતો પરંતુ હવેથી સ્ટોરીમાં પણ લાઈકનો ઓપ્શન આપવામાં આવ્યો છે.
ઇન્સ્ટાગ્રામ પર તમે જે વ્યક્તિની સ્ટોરી જોઈ રહ્યા હશો તેની સ્ટોરીમાં નીચે કોર્નર પર લાઈકનું બટન ક્લિક કરવાથી સ્ટોરી લાઈક થઇ શકશે. અગાઉ આ પ્રકારનો ઓપ્શન ઈન્સ્ટાગ્રામની પોસ્ટ પર હતો. પહેલા યુઝર્સ માત્ર કોઈ પણ વ્યક્તિની પોસ્ટ લાઇક કરી શકતા પરંતુ હવેથી સ્ટોરી પણ લાઈક થઇ શકશે.
કોઈ યુઝર્સે તમારી સ્ટોરી લાઈક કરી કે નહી તે પણ જાણી શકાશે. જયારે તમે ઇન્સ્ટાગ્રામ પર કોઈ નવી સ્ટોરી મુકો છો અને કેટલા લોકોએ તમારી સ્ટોરી જોઈ તે સ્વાઈપ કરશો ત્યારે વ્યૂઅર્સની બાજુમાં જો હાર્ટ ઈમોજી દેખાશે તો તે વ્યક્તિએ તમારી સ્ટોરી લાઈક પણ કરી છે. તેમ જોઇ શકાશે. જે યુઝર્સ પોસ્ટની જગ્યાએ સ્ટોરી વધુ ઉપલોડ કરતાં હોય છે તેમના માટે આ ફીચર વધુ ફાયદાકારક છે. કારણકે હવેથી સ્ટોરીમાં મુકેલી પોસ્ટ પણ ફીડ પોસ્ટની જેમ લાઈક મળશે.