Thursday, December 12, 2024
Homeરાજ્યગુજરાતનવા સત્રથી મેડિકલમાં નવી બોન્ડ પોલિસી

નવા સત્રથી મેડિકલમાં નવી બોન્ડ પોલિસી

- Advertisement -

ગુજરાત સરકાર આગામી શેક્ષણિક સત્રથી મેડિકલ ક્ષેત્રમાં નવી બોન્ડ પોલિસી લાગુ કરવા જઇ રહી છે. આ પોલિસીમાં વર્તમાન બોન્ડની રકમમાં રૂ.5થી 10 લાખનો વધારો કરવા સાથે ફી, બોન્ડ સહિતની અનેક બાબતોને આવરી લેશે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં સંકેત આપ્યો હતો કે, એપ્રિલ સુધીમાં અમે જે લોકો ગુજરાતની જનતાના પરસેવાની કમાણીથી સરકારી કોલેજોમાં અભ્યાસ કરી એમબીબીએસ, એમડી-એમએસ તેમજ સુપર સ્પેશિયાલિટીના તબીબો તૈયાર થાય છે એમને એક-એક વર્ષ સરકાર સોંપે એ જગાએ સેવા આપવાની રહેશે, જો સેવા ન આપવી હોય તો એમણે જમા કરાવેલી બોન્ડની રકમ સરકાર વસૂલ કરશે. આ તમામ પ્રક્રિયાને હવે નવેસરથી લાગુ કરવામાં આવશે. ગૃહમાં અલગ અલગ જિલ્લાઓમાં કેટલા તબીબો પાસેથી કેટલી રકમ બોન્ડ પેટે વસૂલ કરવામાં આવી છે તેને લગતા એકથી વધુ પ્રશ્નોમાં આરોગ્યમંત્રીએ આ સંકેત આપ્યા હતા. અહીં નોંધવુ જરૂરી છે કે, 2019થી રાજ્યમાં એમબીબીએસ તબીબ પાસેથી રૂ.20 લાખ, એમડી-એમએસ પાસેથી રૂ.40 લાખ તેમજ 2021થી સુપર સ્પેશિયાલિટી ભણનાર તબીબ પાસેથી રૂ.50 લાખની રકમ બોન્ડ પેટે વસૂલ થાય છે. ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો દિવ્યેશ અકબરી, અમૃતજી ઠાકોર, ડો. સી.જે. ચાવડા, ડો. તુષાર ચૌધરી, શૈલેષ પરમાર, અમિત ચાવડા વગેરેએ પ્રશ્નો ઉપસ્થિત કરીને જાણકારી માગી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular