ખંભાળિયામાં બરછા સ્ટ્રીટ પાસે રહેતા જુલીબેન રમેશગીરી ગોસ્વામી નામની 20 વર્ષની યુવતીના મકાન પાસે આ જ વિસ્તારમાં રહેતા હિરેનગીરી ઉર્ફે મુકેશગીરી પ્રતાપગીરી ગોસ્વામીના મકાનની ગટરનું પાણી નીકળતું હોય, આ અંગે રમેશગીરી ગોસ્વામીએ હિરેનગીરીને તેમની ગટરનું પાણી અહીં ન નીકળવું જોઈએ તેમ કહેતા આનાથી ઉશ્કેરાઈ ગયેલા હિરેનગીરી ગોસ્વામી સાથે ઈશ્વરગીરી ઉર્ફે અજયગીરી પ્રતાપગીરી, સચીનગીરી અજયગીરી ઉર્ફે ઈશ્વરગીરી અને ભાવેશગીરી ઉર્ફે ટીનો બળવતગીરી ગોસ્વામી નામના ચાર શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી, ફરિયાદી જુલીબેન તથા સાહેદ અલ્પાબેન વિજયગીરી ગોસ્વામીને બેફામ માર મારી, ઈજાઓ કર્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
સામા પક્ષે હિરેનગીરી ઉર્ફે મુકેશગીરી પ્રતાપગીરી ગોસ્વામી (ઉ.વ. 36) એ રમેશગીરી ત્રિકમગીરી ગોસ્વામી તેમજ વિજયગીરી ગોસ્વામી સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગટરના પાણી બાબતે આરોપી રમેશગીરીએ બોલાચાલી કરી અને બંને આરોપીઓએ ફરિયાદી હિરેનભાઈ તથા તેમના ભાઈ પર લોખંડના પાઈપ વડે હુમલો કરી તેમને તથા સાહેદ પ્રિયંકાબેનને બેફામ માર મારી, ઈજાઓ પહોંચાડી હતી. આ પ્રકરણમાં પોલીસે આઈપીસી કલમ 323, 504 તથા 114 અને જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. જે.પી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.