ભારત દેશ લોકશાહી પર આધારીત દેશ છે. જામનગર ખાતે જામજોધપુરના નવનિર્મિત પોલીસ આવાસના ઇ-લોકાર્પણ કાર્યક્રમમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિની અવગણના કરવામાં આવી હતી. આમંત્રણ પત્રિકામાં ધારાસભ્ય હેમત ખવાનું નામ જ નહી હોવાથી તેમને કાર્યક્રમના નિમંત્રક જિલ્લા પોલીસ અધિક્ષકને આ અવગણના અંગે નારાજગી વ્યક્ત કરી ખુલાસો ઇચ્છયો હતો.
ભારત દેશ એ લોકતંત્ર અને લોકશાહી આધારીત વ્યવસાયી ચાલતો દેશ છે. તેમાં સર્વે લોકોની સુખાકારીનો મંત્ર આત્મસાત થયેલો છે અને તે અનુસાર દેશના દરેક વહીવટ વિભાગે કામગીરી કરવાની હોય છે. જ્યારે દેશ લોકશાહી પધ્ધતિથી ચાલતો હોય, લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને બંધારણીય હક્ક દ્વારા પ્રોટોકોલ મુજબ માન-સન્માન આદર આપવાનો હોય છે. ત્યારે લોકશાહીમાં લોકો દ્વારા જ ચૂંટાયેલા પ્રતિનિધિની અવગણના થાય તે કેટલે અંશે વ્યાજબી કહેવાય છે.
ગઇકાલે જામનગર ખાતે જામજોધુપરના નવનિર્મિત પોલીસ આવાસના ઇ-લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ નિમંત્રણ પત્રિકામાં જામનગરના સાંસદ, ધારાસભ્ય તથા જિલ્લા પંચાયત પ્રમુખને નિમંત્રણ આપી તેમની પ્રેરક ઉપસ્થિતિ દર્શાવી પત્રિકામાં નામોઉલ્લેખ કરી આદર આવ્યું હતું. પરંતુ જામજોધપુર તાલુકાનો કાર્યક્રમ હોય અને જામજામેધપુરના ધારાસભ્યનું નામ પત્રિકામાં ના હોય અને તેઓને આમંત્રણ પણ ના હોય ત્યારે ફકત ધારાસભ્યની જ નહીં પરંતુ જામજોધપુર-લાલપુર વિધાનસભા મત વિસ્તારના લોકોએ આપેલા જનાદેશની અવગણના કરી હોય તેવું જણાય છે.
આ કાર્યક્રમ જામજોધપુરના પોલીસ આવાસના ઇ-લોકાર્પણનો હોય અને નિમંત્રણમાં જિલ્લા પોલીસ અધિક્ષકનું નામ હોય ત્યારે તેમને કાર્ય કરવાની સચોટ અને સુદ્રઢ પધ્ધતિ હોય, ત્યારે ધારાસભ્ય હેમત ખવા દ્વારા એસપી આવી અવગણનાની અપેક્ષા ના હોય ત્યારે ધારાસભ્ય દ્વારા તેમને અવગણના બદલ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. તેમજ જામજોધપુર-લાલપુરના લોક પ્રતિનિધિની અવગણના કરવા બદલ ખુલાસો પણ માગ્યો છે. તેવું જામજોધપુર લાલપુરના ધારાસભ્ય હેમત ખવાની યાદીમાં જણાવાયું છે.