Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર નજીક એસ.ટી. વિભાગના અધિકારી ઉપર ત્રણ શખ્સોનો હુમલો

જામનગર નજીક એસ.ટી. વિભાગના અધિકારી ઉપર ત્રણ શખ્સોનો હુમલો

ખાનગી વાહનો સામે કડક ચેકીંગ : ખાનગી ટ્રાવેલ્સના સંચાલક સહિતના ત્રણ શખ્સો એ માર માર્યો : પોલીસ દ્વારા હુમલો અને ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તપાસ

- Advertisement -

જામનગર તાલુકાના નાઘેડી ગામ નજીક આરટીઓ અને એસટી વિભાગ દ્વારા ચેકીંગ દરમિયાન લકઝરી બસના સંચાલક સહિતના ત્રણ શખ્સોએ એસટી વિભાગના અધિકારી પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, જામનગરના એસ.ટી. વિભાગીય કચેરીના સુરક્ષા મદદનિશ અધિકારી કિશોરભાઈ હરસખુભાઈ રાદડિયા અને આર.ટી.ઓ.ના અધિકારીઓ સાથે બુધવારે સાંજના છ વાગ્યાના અરસામાં નાઘેડી ગામથી સાંઢીયા પુલ તરફના માર્ગ પર ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન ગેરકાયદેસર મુસાફરોની અવર-જવર કરનારા ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે દરમિયાન ખાનગી ટ્રાવેલ્સ સંચાલક મહાવીરસિંહ ઉર્ફે વાંઢા અને બે અજાણ્યા સહિતના ત્રણ શખ્સો નાઘેડીના પાટીયા પાસે ઘસી આવ્યા હતાં અને એસ.ટી.ના અધિકારી કિશોરભાઈ રાદડિયા ઉપર હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા અધિકારીને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે હેકો ડી.જી. ઝાલા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ અને હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular