રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન સામે આવેલા શણગાર હોલમાં આજે 12 અનાથ દીકરીના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લોકો ખુદ કોવિડ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરી કોરોનાને નિમંત્રણ આપતા નજરે પડતા પોલીસ દોડી આવી હતી અને આયોજક અને હોલ સંચાલકની અટકાયત કરી હતી. અનાથ દીકરીઓના સમૂહલગ્નમાં આવેલા લોકોને હોલમાંથી બહાર કાઢ્યા હતા. સમૂહલગ્નમાં હાજરી આપવા આવેલા NCP નેતા રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, ભાજપના નેતા અને ટોળા એકત્ર થાય તો પોલીસ મૌન રહીને બેસી રહે છે.
ત્યારે 12 અનાથ દીકરીના સમૂહલ લગ્નમાં સુરી બની છે. જ્યારે ભાજપના નેતાઓ મેળાવડા એકઠા કરી બેઠક કરે તો તેની સામે કેમ કાર્યવાહી નહીં? તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં ભાજપ કાર્યાલય ખાતે ભાજપ ના કાર્યક્રમમાં નેતાઓ અને કાર્યકરોએ પણ એકઠા થયા હતા અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. ત્યારે ભાજપ જમાવડો કરે તો તેની સામે કોઇ કાર્યવાહી નહીં અને 12 અનાથ દીકરીના સમૂહલગ્ન થાય તો પોલીસ તેની સામે કાર્યવાહી કરે છે.