Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરઓધવદિપ ગ્રુપ ઓફ સ્કૂલ્સનાં એનસીસી કેડે્ટસ સૈનિક સ્કૂલ બાલાચડીની મુલાકાતે

ઓધવદિપ ગ્રુપ ઓફ સ્કૂલ્સનાં એનસીસી કેડે્ટસ સૈનિક સ્કૂલ બાલાચડીની મુલાકાતે

- Advertisement -

આપકે લિયે જો સેના હૈ, હમારે લિયે વો જિંદગી હૈ.

- Advertisement -

નાગરિકો સેનાને આર્મી, નેવી અને એરફોર્સની સંરક્ષણ સેવાઓ તરીકે જુએ છે, જયારે તેના અભિન્ન અંગે સમાાન સૈનિકોનાં મતે સેના એટલે IT IS A WAY OF LIFE જિંદગીને સંપૂર્ણ પણે જીવ જીવવનજો રસ્તો છે. જામનગર માટે ગૌરવની વાત છે કે, ગુજરાતની એકમાત્ર રાષ્ટ્રીય સ્તરની સૈનિક સ્કૂલ બાલાચડી આપણે આંગણે છે.
તા.22/03/2022નાં રોજ ઓધવદીપ ગુ્રપ ઓફ સ્કૂલનાં એનસીસી કેડે્ટસ(8 ગુજરાત એનસીસી નેવલ યુનિટ) દ્વારા બાલાચડી સૈનિક સ્કૂલની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે એનસીસી કેડેટ્સે સેનાની જીવનશૈલી, નેતૃત્વગુણો, સાહસ, કર્તવ્યનિષ્ઠા, સિદ્ધિઓ તેમજ બાલાચડી સૈનિક સ્કૂલનાં વિદ્યાર્થીઓની સવિશેષ દૈનિક પ્રવૃતિઓની માહિતી મેળવી હતી.

ગુ્રપ કેપ્ટન રવિન્દર સિંધ(આચાર્ય) દ્વારા કેડે્ટસને જીવનશૈલી અંગે પરિચય આપતા જણાવ્યું હતું કે, ભારતીય સેનામાં જોડાવું એટલે જીવન જીવવાનો સંપૂર્ણ અને વિશિષ્ટ રસ્તો છે જે અતુલનીય છે. કારકિર્દી માટે તે શ્રેષ્ઠ વિકલ્પ એટલા માટે છે કે, સેના દ્વારા જે વિશિષ્ટ અને અતિ કિંમતી વિમાનો, સબમરીન, અત્યાધુનિક શસ્ત્રો વગેરેની તાલીમ આપવામાં આવે છે તે બાબતે અન્ય કોઇ કારકિર્દીનાં ક્ષેત્રમાં દુર્લભ છે. શિસ્ત, વ્યકિતત્વવિકાસ, સાહસ, એકતાનાં ગુણો સેનાનાં પાયા સમાન છે.

- Advertisement -

તેમણે એનસીસી કેડેટ્સને બાલાચડી સૈનિક સ્કૂલનાં પૂર્વ વિદ્યાર્થીઓ કે જે, આજે સંગીત, શિક્ષણ, સંશોધન વગેરે અનેક ક્ષેત્રમાં ઉચ્ચતમ સન્માનીય પદે બિરાજિત છે. તેમની માહિતી આપી હતી. તેમજ બાલાચડી સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરી ચૂકેલા અને યુદ્ધમાં વીરગતિને પામેલા ગુજરાતનાં શહીદ વીરો અંગે પણ મહત્વની જાણકારી આપી હતી.
એનસીસી કેડ્ેટસને વિશેક્ષ માર્ગદર્શનમાં તેમણે જણાવ્યું હતું કે, આદિમાનવયુગ, લોહયુગ, તામ્રયુગની જેમ હવે આ મોબાઇલ યુગ આવયો છે. આ યુગમાં આપણે ગુગલમાં માહિતી સર્ચ ભલે કરીએ પણ આપણી સર્જનાત્મકતા, નવું જાણવાની ટેવને કયારેય વિરામ આપવાનો નથી. વ્યકિતગત સંવાદોની આપણે જ્ઞાનને વધુ સચોટ અને જીવંત બનાવે છે. નેતૃત્વશકિત અને આત્મવિશ્ર્વાસનાં ગુણો ખીલવવા જ્ઞાનની આપ-લે અને કુતૂહલતા મૂળભુત જરૂરિયાત છે.
એડમીન ઓફિસર સ્કવોડ્રન લીડર મહેશ કુમાર દ્વારા એનસીસી કેડે્ટસને સૈનિક, સ્કૂલ બાલાચડીનાં વિદ્યાર્થીઓની રસપ્રદ દૈનિક પ્રવૃતિઓ વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાં સવારે 5:30 વાગ્યે ઉઠીને પી.ટી., ડ્રીલ, નાસ્તો, શાળામાં અભ્યાસ, સાંજે વિવિધ રમતો, રાત્રે ટી.વી.માં મુખ્ય સમાચારો જોવા વગેરે બાબતોને સાંકળી લેવામાં આવે છે. આ ઉપરાંત, ધો.6 થી જ વિદ્યાર્થીઓને હોર્સ રાઇડીંગ, ટ્રેડીંગ, સાયકલ એકસપીડીશન જેવી સાહસિક પ્રવૃતિઓની તાલીમ પણ આપવામાં આવે છે. ધો. 6 થી 12 સુધી સૈનિક સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ યુપીએસસીની પરીક્ષામાં સામેલ થવાનું ફરજિયાત પાસું પણ સામેલ છે. જેથી સેના સહિત આઇએએસ, આઇપીએસ જેવા રાષ્ટ્રીય સ્તરનાં પદો માટે વિદ્યાર્થીઓને વ્યકિતત્વનાં તમામ ગુણો ખીલવી તૈયાર કરવામાં આવે છે. નેશનલ ડિફેન્સ એકેડમી, અડકવાસની મુલાકાતે પણ લઇ જવામાં આવે છે.

આ પ્રસંગે તેમણે ઇ.સ.1942 થી 1946 સુધી પોલેન્ડના શરણાર્થીઓને જામસાહેબ દિગ્વિજયસિંહજી દ્વારા બાલાચડીમાં ઉતારો આપવામાં આવ્યો હતો અને તમામ સવલતો પૂરી પાડી માનવતાની અનેરી મિસાલ સર્જી હતી. તે રસપ્રદ વૈશ્ર્વિક ઇતિહાસ અંગે પણ એનસીસી કેડે્ટસને માહિતી આપી હતી. મુલાકાતના અંતમાં, ઓધવદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સનાં આચાર્ય ભરતભાઇ કટારમલ, એએનઓ થર્ડ ઓફિસર તોરલ ઝવેરી તથા 8 ગુજરાત એનસીસી નેવલ યુનિટનાં પીઓ હિંમાશુ અધિકારી દ્વારા ગ્રુપ કેપ્ટન રવિન્દર સિંઘને મેમેન્ટો તથા પુષ્પગુચ્છ અર્પણ કરી આભારીવિધિ કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular