Wednesday, December 25, 2024
Homeરાજ્યહાલારહાલારમાં ટીબી દર્દીઓ માટે નયારા એનર્જીનો ન્યુટ્રીશન સપોર્ટ પ્રોગ્રામ

હાલારમાં ટીબી દર્દીઓ માટે નયારા એનર્જીનો ન્યુટ્રીશન સપોર્ટ પ્રોગ્રામ

- Advertisement -

ઇન્ટરનેશનલ ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની નયારા એનર્જીની ન્યુટ્રિશન સપોર્ટ પહેલને કારણે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ટીબી દર્દીઓને મોટો લાભ થયો છે. 2018 માં નયારા એનર્જીએ રાષ્ટ્રીય ક્ષય નાબૂદી કાર્યક્રમ હેઠળ ગુજરાત સરકારના સહયોગથી ન્યુટ્રિશન સપોર્ટ ઇનિશિયેટિવની શરૂઆત કરી હતી. ભારતમાં ટીબીના દર્દીઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો જેવા કે નિદાન અને સારવાર શરૂ કરવામાં થતા વિલંબ વગેરેને ઓળખી લઇ નયારા એનર્જીએ તેમની પુન:પ્રાપ્તિની સુવિધામાં પોષણની મહત્વપૂર્ણ ભૂમિકા સમજી હતી. આ પહેલનો પ્રાથમિક ઉદ્દેશ્ય પુન:પ્રાપ્તિ પ્રક્રિયામાં મદદ કરવાનો અને રોગને થતો અટકાવવા અથવા તેના ફેલાવાને રોકવાનો હતો.

- Advertisement -

આ પહેલ ટીબી દર્દીઓ, ખાસ કરીને ઓછી આવક ધરાવતા પરિવારોનાં દર્દીઓની રિકવરીમાં પોષણનાં મહત્વને સમજે છે કારણ કે અપૂરતો આહાર અને જીવનની સ્થિતિ દર્દીઓ અને ડોક્ટર્સ બંનેનાં પડકારોને વધારી દે છે. આ પહેલ હેઠળ નાયરા એનર્જીએ ટીબી દર્દીઓ અને તેમનાં પરિવારજનોની ચોક્કસ પોષણ જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકારની મંજૂરી પ્રાપ્ત પોષણશાસ્ત્રીઓનાં માર્ગદર્શન સાથે કાળજીપૂર્વક ન્યુટ્રીશન કિટ તૈયાર કરવામાં આવી હતી.

આ ન્યુટ્રીશન કિટ ચોખા, વિવિધ અનાજનો લોટ, વટાણા, ચણા, દાળ, મગફળીનું તેલ, ઓર્ગેનિક ગોળ અને અન્ય જરૂરી ચીજોનો સમાવેશ થાય છે. આ ન્યુટ્રીશન કિટનો મુખ્ય હેતુ ટીબી, ગરીબી અને કુપોષણ વચ્ચેનાં પરસ્પર સંબંધોને તોડવાનો છે. પોષ્ટિક તત્વોથી ભરપૂર અને વધુ કેલરી ધરાવતા અનાજની વૈવિધ્યસભર રેન્જ ઓફર કરીને આ હાંસલ કરી શકાય છે. આરોગ્ય પર અસર સુધારવા અને ટીબી તથા ગરીબી સાથે સંકળાયેલા કુપોષણનાં ચક્રને તોડવા માટે આ કિટ તૈયાર કરવામાં આવી છે.

- Advertisement -

પહેલની સફળતા અને તેને મળેલી પ્રશંસા અંગે ટિપ્પણી કરતા નયારા એનર્જીના પ્રેસિડન્ટ (પબ્લિક અફેર્સ) દીપક અરોરાએ જણાવ્યું હતું કે, આ ફ્લેગશિપ સ્કીમ અમે જે સમુદાય સાથે કામ કરીએ છીએ તેની સુખાકારી સુનિશ્ચિત કરવા અમારી મુખ્ય પ્રતિબદ્ધતાનો હિસ્સો છે. બંને જિલ્લાઓમાં અસરગ્રસ્ત દર્દીઓનાં જીવન પર પડતી સકારાત્મક અસર અમને વધુ પ્રયત્ન કરવા પ્રોત્સાહિત કરે છે અને તે નયારાની ચોક્સાઇપૂર્વકની પ્રોગ્રામ ડિઝાઇન, સુનિયોજીત અમલીકરણ, કરૂણાપૂર્ણ અભિગમ અને જોડાણની અસરકારકતાનું પ્રતિબિંબ છે.

આ પહેલ જિલ્લામાં ટીબી દર્દીની રિકવરીનાં પ્રયત્નોને ટેકો આપે છે. તેણે આશાસ્પદ પરિણામો આપ્યા છે. દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં 87 ટકા ટીબી દર્દીઓનાં વજનમાં વધારો થયો છે અને તેઓ ઝડપથી સાજા થયા છે. આ સુધારો પોષણને ટેકો, સાતત્યપૂર્ણ માર્ગદર્શન, પ્રગતિ પર દેખરેખ અને મેડિકલ કાળજીને આભારી છે. આવા દર્દીઓ ફરી બિમાર ન પડતા હોવાથી પોતાનાં સામાન્ય જીવન તરફ પાછા વળી શકે છે અને એ રીતે આ રોગમાંથી મુક્તિ મેળવીને સશક્ત બને છે.

- Advertisement -

નયારા એનર્જીનાં ટીબી ન્યુટ્રીશન કાર્યક્રમની આકર્ષક સિધ્ધિઓ માટે ભારે પ્રશંસા થઈ છે. કંપની સામુદાયિક પરિવર્તનમાં મહત્વની ભૂમિકા ભજવવા સમર્પિત છે અને તમામને ટીબીમાંથી મુક્ત કરીને તંદુરસ્ત ભાવિનાં નિર્માણ માટે પ્રયત્નશીલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular