દેશના મધ્ય અને પૂર્વીય ભાગોમાં કોલ્ડ વેવના પરિણામે ગંભીર સ્થિતિ પ્રવર્તી રહી છે કારણ કે ઉત્તરપશ્ચિમ ભાગોના કેટલાક વિસ્તારોમાં ભારે ઠંડીના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ત્યારે હિમાચલ પ્રદેશના સ્પીતિમાં તાપમાનનો પારો ગગડીને માઇનસ 15-20 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતા કુદરતી જળસ્ત્રોત થીજી ગયો છે. જેનો અવિશ્વસનીય વિડીઓ સામે આવ્યો છે.
#HimachalPradesh #spiti #temprature #WeatherUpdate #khabargujarat
હિમાચલ પ્રદેશના સ્પીતિમાં તાપમાનનો પારો ગગડીને માઇનસ 15-20 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતા કુદરતી જળસ્ત્રોત થીજી ગયો pic.twitter.com/6zGrzk6cTm
— Khabar Gujarat (@khabargujarat) December 21, 2021
કોલ્ડ વેવના પરિણામે અહીં સ્પીતિ નદી લગભગ થીજી ગઈ છે. ત્યારે લાહૌલમાં ચિનાબ નદી પણ થીજી ગઈ છે. ઉત્તર ભારતમાં છેલ્લા એક અઠવાડિયામાં તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. રાજધાની દિલ્હીની સાથે સાથે રાજસ્થાન, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, અને જમ્મુ કાશ્મીરમાં આગામી કેટલાક દિવસો સુધી તીવ્ર ઠંડીની સ્થિતિની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આ રાજ્યો માટે એલર્ટ પણ જારી કરવામાં આવ્યું હતું.