Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરહોલમાર્કિંગના નિયમો વિરૂધ્ધ ઝવેરીઓની દેશવ્યાપી હડતાળ

હોલમાર્કિંગના નિયમો વિરૂધ્ધ ઝવેરીઓની દેશવ્યાપી હડતાળ

જામનગરની સોની બજારના વેપારીઓએ પણ પાડી સજ્જડ હડતાળ : ચાંદી બજાર સહિત શહેરભરની જવેલર્સની દુકાનો બંધ : માત્ર ગુજરાતમાં પ00 કરોડનું ટર્ન ઓવર ઠપ્પ : વેપારીઓને ફરી ઇન્સ્પેકટર રાજ આવવાની દહેશત

- Advertisement -

સોનાના ઘરેણા ઉપર હોલમાકીંગની યુનિક આઇડી એટલે કે 1101)ને લઇને જ્વેલર્સ ભારે નારાજ છે જેનો પડઘો પાડવા આજે જ્વેલર્સે દેશમાં એક દિવસની હડતાલ પાડી છે. આ હડતાળ અંતર્ગત આજે જામનગરના ઝવેરીઓ પણ જોડાયા છે. શહેરની મુખ્ય ચાંદીબજારમાં વેપારીઓએ સજજડ બંધ પાડયો હતો. તમામ સોની વેપારીઓએ હોલમાર્ક નિયમોના વિરૂધ્ધ હડતાળમાં જોડાયા હતા. પરિણામે ચાંદીબજાર સુમસામ ભાસતી હતી. ચાંદી બજાર ઉપરાંત શહેરમાં અન્ય વિસ્તારોમાં આવેલી ઝવેરીઓની દુકાનો પણ બંધ રહેવા પામી હતી. જેને પગલે શહેરમાં કરોડોનું સોના-ચાંદીનું વેચાણ અને ખરીદી ઠપ્પ થઇ ગઇ હતી. વેપારીઓ એચયુઆઇડી રદ કરવાની માંગણી કરી રહ્યાં છે.

- Advertisement -

જ્વેલર્સનું કહેવું છે કે હોલમાર્ક તો ઠીક છે પણ એચયુઆઇડી કોઇપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. ગુજરાતના જ્વેલર્સ પણ હડતાલમાં જોડાયા છે. માત્ર ગુજરાતમાં જ એક દિવસની હડતાલથી રૂ. 500 કરોડનું ખરીદ – વેચાણ અટકી ગયું છે. પ્રતિક હડતાળ બાદ પણ સરકાર આ મુદ્દે યોગ્ય નિર્ણય નહીં લે તો સંગઠન દ્વારા વધુ રજૂઆત પણ કરવામાં આવશે.

ગુજરાત અને અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશનના અગ્રણીઓના જણાવ્યા મુજબ સરકાર દ્વારા થોડા મહિનાઓ પહેલા જ ફરજિયાત એચયુઆઇડીના કાયદાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેને કારણે સરકાર અને તંત્ર દ્વારા ગ્રાહકોને ટ્રેક કરવામાં આવતા હોવાની જ્વેલર્સની ફરિયાદ છે. જે અયોગ્ય છે. આ ઉપરાંત દેશમાં એચયુઆઇડી માટેના પૂરતા સેન્ટરો નહીં હોવાને કારણે જો દાગીનો તૈયાર કરવામાં આવે અને તેના એચયુઆઇડી માટે મોકલવામાં આવે ત્યારે અઠવાડિયું રાહ જોવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. જેમાં ગ્રાહક આટલો સમય રાહ ન જુવે તો જ્વેલર્સનો ધંધો બગડી શકે છે.

- Advertisement -

દેશભરમાંથી આ કાયદાનો વિરોધ કરવા માટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના પણ પ્રતિનેધિ તંત્ર સમક્ષ ટાસ્ક ફોર્સ દ્વારા રજૂઆતો કરવા છતાં આ દિશામાં કોઇ નિર્ણય લેવાયો નથી. જેને પગલે સોમવારે દેશભરના જ્વેલર્સ એક દિવસનો બંધ પાળશે. ગુજરાતમાં એક દિવસ સોની બજાર બંધ રહે તો રૂપિયા 500 કરોડનું ખરીદ વેચાણ અને ટર્ન ઓવર અટકી જાય માત્ર અમદાવાદમાં જ રોજનું 200 કરોડનું સોના-ચાંદી અને ઝવેરાતનું ખરીદ વેચાણ થતું હોય છે જે પણ અટકી જશે. સોની બજારના અગ્રણીઓના જણાવ્યા મુજબ ગ્રાહકોને ટ્રેક કરવા ઉપ્રાંત આ કાયદામાં ઇન્સ્પેકટર રાજ આવી જાય તેવી સંભવના છે અને જ્વેલર્સ સામે આકરી સજા અને તેનું લાયસન્સ રદ્દ કરવાની પણ જોગવાઇ હોવાને કારણે આ કાયદાના ડરથી જ્વેલર્સને પોતાનો ધંધો બંધ કરી દેવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular