Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયકિસાન મોરચાનું દેશવ્યાપી રેલ રોકો આંદોલન

કિસાન મોરચાનું દેશવ્યાપી રેલ રોકો આંદોલન

કેન્દ્રિય મંત્રી અજય મિશ્રાની બરતરફી અને ધરપકડની માંગ : હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશમાં ખેડૂતો રેલવે ટ્રેક પર બેસી ગયા : સાંજે 6 વાગ્યા સુધી ચાલશે આંદોલન: ટ્રેન વ્યવહારને અસર

- Advertisement -

લખીમપુર હિંસાના કેસમાં સંયુક્ત કિસાન મોરચા દ્વારા આજે દેશવ્યાપી રેલ રોકો આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સવારે 10 વાગ્યાથી શરૂ થયેલાં આ આંદોલનને કારણે ઉત્તર-પશ્ર્ચિમ ભારતનો રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. ખેડૂતો સવારથી જ રેલવે ટ્રેક પર અડીંગો જમાવીને ગોઠવાઇ ગયા છે. જેને કારણે અનેક ટ્રેનો પ્રભાવિત થઇ છે. ખેડૂતોનું આ રેલ રોકો આંદોલન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. મોરચાની માંગણી છે કે ત્યાં સુધી લખીમપુર કેસમાં નિષ્પક્ષ તપાસ ન થાય જ્યાં સુધી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને હટાવવામાં ન આવે. સંગઠનના નેતાઓએ માંગ કરી છે કે મિશ્રાને મંત્રીમંડળમાંથી હટાવ્યા બાદ તેમની પણ ધરપકડ કરવામાં આવે. સંગઠને ધમકી આપી હતી કે રાષ્ટ્રવ્યાપી રેલ રોકો આંદોલન સહિત અનેક પગલાં લેવામાં આવશે. મોરચાએ લખીમપુર ઘટનાને નરસંહાર ગણાવી છે.

- Advertisement -

આંદોલનને કારણે જે રેલવે સ્ટેશન અને તેની આસપાસ જ્યાં સેવાઓને સૌથી વધુ અસર થવાની ધારણા છે તેમાં દિલ્હીથી રોહતક, પાનીપત, સોનીપત, કુરુક્ષેત્ર, કૈથલ, બહાદુરગઢ, અંબાલા, જલંધર, લુધિયાણા, ચંડીગઢ, અમૃતસર, જમ્મુ, મેરઠ, ગાઝિયાબાદ, શામલી, સહારનપુર, મુરાદાબાદ અને કેટલાક અન્ય સેક્શન સામેલ છે. આ પહેલા પણ ઘણી વખત ખેડૂતો આ માર્ગો પર જુદી જુદી જગ્યાએ રેલવે ટ્રેક જામ કરી ચૂક્યા છે. સંયુક્ત કિસાન મોરચાએ માહિતી આપી હતી કે લખીમપુર ખેરી ખેડૂત હત્યાકાંડના શહીદોની અસ્થિ સાથે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ અને અન્ય રાજ્યોમાં શહીદ કલશ યાત્રાઓ કાઢવામાં આવી રહી છે. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. ખેડૂત આગેવાનોએ ચેતવણી આપી છે કે રેલ રોકો આંદોલન બાદ પણ જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. આ બાબતે દેશભરના ખેડૂત નેતાઓ મળશે અને ભવિષ્ય માટે વ્યૂહરચના બનાવશે. આ પ્રદર્શનની અસર ઉત્તર પ્રદેશના પશ્ચિમી જિલ્લાઓમાં વ્યાપકપણે જોઇ શકાય છે. ટ્રેન રોકવાની જાહેરાત બાદથી પોલીસ-વહીવટીતંત્ર એલર્ટ પર છે. રેલવે અધિકારીઓએ રવિવારે રાત સુધી આ અંગે વિચાર -વિમર્શ કરતાં રહ્યા હતા. અઉૠ લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે કહ્યું કે આંદોલનને જોતા 44 કંપની ઙઅઈ અને 4 કંપની અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. પશ્ચિમ યુપીથી 14 સંવેદનશીલ જીલ્લામાં સીનિયર ઈંઙજ ની તૈનાતી પહેલાથી જ ચાલી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular