જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં તા. 12ના સ્વામી વિવેકાનંદની 161મી જન્મજયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવી હતી.
આ પ્રસંગે કેડેટ અનન્યાએ સ્વામી વિવેકાનંદ પર પ્રેરક અને મંત્રમુગ્ધ કરનારું ભાષણ આપ્યું હતું જ્યારે કેડેટ દિશાંત અને કેડેટ આયુષ આનંદે રાષ્ટ્રીય યુવા દિવસ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કેડેટ વિશ્ર્વાસે તેમના દ્વારા લખેલી અંગ્રેજી કવિતા રજૂ કરી હતી જ્યારે કેડેટ રમને હિન્દી કવિતા ’ઉઠો હિંદ કે વીર તુમ’ રજૂ કરી હતી. સ્વામી વિવેકાનંદ દ્વારા આપવામાં આવેલ શિક્ષણ અને જીવનના પાઠ કેડેટ્સ દ્વારા હિન્દી અને અંગ્રેજી સ્કીટ દ્વારા સારી રીતે રજૂ કરવામાં આવ્યા હતા. કેડેટ આર્યવીર દ્વારા ‘ભગવત ગીતા શ્ર્લોક’ ના ઉચ્ચારણે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા દરેક વ્યક્તિએ આઠમા ધોરણના કેડેટ્સ દ્વારા યુવાનો પર મોબાઈલની અસર અંગે રજૂ કરેલા માઇમની પ્રશંસા કરી હતી.
ઈવેન્ટના ઈન્ચાર્જ મયુરા જોશી, ટીજીટી મેથેમેટિક્સે તેમના વક્તવ્યમાં સ્વામી વિવેકાનંદ અને યુવાનો માટે તેમના સમૃદ્ધ જીવન શિક્ષણ મૂલ્યો વિશે તેમના વિચારો શેર કર્યા હતા. આ પ્રસંગને યોગ્ય શ્રદ્ધાંજલિ આપવા માટે બધા દ્વારા ‘યુવા સંકલ્પ’ લેવામાં આવ્યો હતો.
સભાને સંબોધતા કર્નલ શ્રેયશ મહેતા, પ્રિન્સિપાલ, સૈનિક સ્કૂલ બાલાચડીએ યુવાનોના અર્થ વિશે તેમના વિચારો રજૂ કર્યા. તેમણે કહ્યું કે ઉંમર કરતાં, વિચાર કે યોગ્ય વિચાર કોઈ પણ વ્યક્તિ માટે યુવા કે યુવાન હોવો વધુ મહત્ત્વપૂર્ણ છે. તેમણે સમજાવ્યું કે આપણે યુવાનોને કેવી રીતે આગળ લઈ જઈ શકીએ. તેમણે રાષ્ટ્ર અને ભાવી પેઢીના સાચા યુવા લીડર બનવા અને મન યુવાન રાખવાની સલાહ આપી હતી.