Wednesday, January 8, 2025
Homeરાજ્યજામનગરજિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

ગત વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ-કર્મચારીઓને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયા

- Advertisement -

કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને 13 માં રાષ્ટ્રીય મતદાતા દિવસ 2023 ના જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગત વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મતદાર નોંધણી અધિકારી, ચૂંટણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, બી.એલ.ઓ., બી.એલ.ઓ. સુપરવાઇઝર , નાયબ મામલતદારઓ વગેરેને પ્રશસ્તિ પત્ર તેમજ યુવા મતદારોને ચૂંટણીકાર્ડ આપી સન્માનિત કરાયા હતા.

- Advertisement -

જેમાં શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે એન.ડી.ગોવાણી-પ્રાંત અધિકારી લાલપુર, શ્રેષ્ઠ ચૂંટણી અધિકારી તરીકે ડી.ડી.શાહ-શહેર પ્રાંત અધિકારી જામનગર, શ્રેષ્ઠ મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે એચ.સી.તન્ના-પી.આર.ઓ. જામનગર, શ્રેષ્ઠ મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે એ.એસ.ઝાપડા-મામલતદાર ધ્રોલ, શ્રેષ્ઠ અધિક મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે પ્રતીક જોશી આર.એફ.ઓ. મરીન નેશનલ પાર્ક જામનગર સહિત જિલ્લાના તમામ વિધાનસભા મતદાર વિભાગ વાર બી.એલ.ઓ. તથા કેમ્પસ એમ્બેસેડરઓને જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વી.કે.ઉપાધ્યાય તથા જિલ્લા શિક્ષણાધિકારી એમ.કે.ભટ્ટના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયાં હતા.

- Advertisement -

આ પ્રસંગે ચૂંટણી સાથે સંકળાયેલા સર્વે અધિકારી કર્મચારીઓને અભિનંદન પાઠવતા જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે બી.એલ.ઓ. થી લઈ આર.ઓ.સુધીના તમામ વર્ગના કર્મીઓની સખત મહેનતના પરિણામે વિધાનસભા સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ.સૌએ પોતાની ફરજો ને જવાબદારીઓ બખૂબી નિભાવી મજબૂત લોકશાહીના પાયામાં પોતાનું અનેરૂ યોગદાન આપ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2011 થી ભારતના ચૂંટણી પંચના સ્થાપના દિવસને એટલે કે 25 મી જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં ચૂંટણીલક્ષી જાગૃતિ લાવવાનો અને તેમને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. દેશના મતદારોને સમર્પિત આ રાષ્ટ્રીય મતદાતા દિવસનો ઉપયોગ નવા લાયક યુવા મતદારોને મતદાર તરીકે મતદારયાદીમાં નોંધણી કરાવવાની સુવિધા તથા મતદારયાદી સંબંધિત અન્ય કામગીરી પુરી પાડવા માટે પણ કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular