Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયરાષ્ટ્રીય સંત આચાર્ય સંજયમુનિ દ્વારા રેલ દુર્ઘટના પીડિતોની મુલાકાત

રાષ્ટ્રીય સંત આચાર્ય સંજયમુનિ દ્વારા રેલ દુર્ઘટના પીડિતોની મુલાકાત

- Advertisement -

ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત આચાર્ય  સંજયમુનિજીએ કેન્દ્રીય મંત્રીઓ સાથે ઓડિશાની અંદર ભુવનેશ્વર કટકની મુલાકાત દરમિયાન રેલ દુર્ઘટના પીડિતોને આશીર્વાદ આપ્યા હતા. ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત આચાર્ય સંજય મુનિજી અમદાવાદથી વિશેષ વિમાન દ્વારા ભુવનેશ્વર પહોંચ્યા હતા, આચાર્યએ વિશાળ કાફલા સાથે સીધા જ એઈમ્સ હોસ્પિટલ અને એસસીપી સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આચાર્ય એ તમામ પીડિતોને આશીર્વાદ આપ્યા હતા. અને પરમાત્માને પ્રાર્થના કરી કે તમે બધા જલ્દી સ્વસ્થ થાઓ, કેન્દ્રીય મંત્રી મનસુખજી માંડવિયા, ધર્મેન્દ્ર પ્રધાન, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને વિસ્તારના સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર, એઈમ્સના ડાયરેક્ટર આચાર્ય  સાથે હતા અને હોસ્પિટલની મુલાકાત લીધી, આચાર્ય એ તમામ પીડિતો સાથે વાત કરી. તેમને દરેક રીતે મદદ કરવાનું વચન આપ્યું હતું, આચાર્યએ કહ્યું કે આ એક ખૂબ જ દુઃખદ ઘટના છે જે સહન કરવી ખૂબ જ મુશ્કેલ છે, આચાર્યએ ભારતના વડાપ્રધાન દ્વારા તેમની લાગણી વ્યક્ત કરી અને ત્યાં આવેલા લોકોને જોયા, વાસ્તવમાં તેમનો આત્મા ખૂબ જ પીડાથી અંદરથી રડી રહ્યો હતો અને દુ:ખ ભરાઈ ગયું હતું અને જ્યારે આચાર્ય એ રેલ્વે મંત્રી સાથે વાત કરી ત્યારે તેમનું મન પણ ખૂબ જ ભરાઈ ગયું હતું અને પીડિતો અને પરિવારથી વિખૂટા પડી ગયેલા લોકો પ્રત્યે તેમની સ્થિતિ વહેલી તકે ઉકેલવામાં આવે, તેમ જણાવી શ્રદ્ધાંજલિ આપી હતી.

- Advertisement -

તેમજ રેલવે મંત્રી સાથે વાત કરી પીડિતોને પરિવારથી વિખુટા પડેલા લોકોનો વહેલી તકે નિરાકરણ આવે તે માટે પ્રયત્નો કરવા જણાવ્યું હતું તથા ઘાયલોને તત્કાલીક સારવાર આપવામાં આવે તે માટે અરોગ્ય મંત્રીને જણાવ્યું હતું. તેમજ રાજ્ય સરકારને પણ ઇજાગ્રસ્તોને તત્કાલીક સારવાર આપવા અપીલ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular