Saturday, December 27, 2025
Homeસમાચારરાષ્ટ્રીયનેશનલ હાઈવેની મુસાફરી હવે મોંઘી થશે, ટોલ ટેક્સમાં કરાયો વધારો

નેશનલ હાઈવેની મુસાફરી હવે મોંઘી થશે, ટોલ ટેક્સમાં કરાયો વધારો

આજે રાત્રીના 12 વાગ્યાથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી થઈ જશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ટોલ ટેક્સ રૂ. 10 થી વધારીને રૂ. 65 કર્યો છે. નાના વાહનો માટે રૂ. 10 થી વધારીને રૂ. 15 અને કોમર્શિયલ વાહનો માટે રૂ. 65નો વધારો કર્યો છે. આ વધારો આજે રાત્રીના 12 વાગ્યાથી લાગુ થશે.

- Advertisement -

1 એપ્રિલથી નવા ટોલ ટેક્સ લાગુ થશે. જેમાં નાના વાહન માટે 90 રૂપિયા, બસ-ટ્રક એક્સેલના વાહનો માટે 295 રૂપિયા આપવાના રહેશે.નેશનલ હાઈવે દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પરના ટોલ ચાર્જમાં પણ ઓછામાં ઓછો 10% વધારો કરવામાં આવશે. કાશી ટોલ પ્લાઝા ખાતે સરાય કાલે ખાનથી એક્સપ્રેસ વે પર કાર અને જીપ જેવા હળવા-મોટર વાહનોનો ટોલ ટેક્સ 140 રૂપિયાને બદલે 155 રૂપિયા રહેશે.

એક્સપ્રેસ વે પર સરાય કાલે ખા થી શરુ થઇને કશી ટોલ પ્લાઝા સુધીનો ટોલ ટેક્સ 100 રૂપિયા અને ભોજપુર માટે 130 રૂપિયા હશે. ઈન્દિરાપુરમથી, NHAI હળવા વાહનો પાસેથી કાશી સુધી રૂ. 105, ભોજપુરથી રૂ. 80 અને રસુલપુર સિકરોડ સુધી રૂ. 55નો ટોલ વસૂલવામાં આવશે.

- Advertisement -

 

 

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular