ભારતમાં અત્યારે ચારેય તરક કોરોના વેક્સિનની બીજી લહેર ચાલી રહી છે. આ દરમિયાન ત્રીજી લહેરની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આગામી લહેર બાળકોને નિશાન બનાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે દુનિયામાં 12 વર્ષથી ઓછી ઉમરના બાળકોને અત્યારે વેક્સિન નથી લગાવવામાં આવી રહી. એટલું જ નહીં, ભારતમાં 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે કોઈ પણ વેક્સિનને લીલી ઝંડી નથી મળી. આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને કહ્યું છે કે, કોરોનાની નેઝલ વેક્સિન બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
આ પ્રકારની વેક્સિન નાક દ્વારા આપવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ ઇન્જેક્શનવાળી વેક્સિન કરતા વધારે અસરદાર છે. સાથે જ આ વેવી પણ સરળ છે. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, વધારેમાં વધારે સ્કૂલ ટીયરને વેક્સિન લગાવવાની જરૂરિયાત છે. આ સાથે જ તેમણે કહ્યું કે, બાળકોને ત્યારે જ સ્ક્લમાં મોકલવા જોઇખે જ્યારે કૉમ્યુનિટી ટ્રાનસમિશનનો ખતરો ઓછો થાય. સ્વામીનાથને કહ્યું કે, “ભારતમાં બનેલી નેઝલ વેક્સિન બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આને બાળકોમાં લગાવવી સરળ હશે. સાથે જ આ રૅસ્પિરેટરી ટ્રેકમાં ઇમ્યુનિટી વધારશે.”
કેન્દ્ર સરકારે શનિવારના કહ્યું કે, બાળકો સંકમણથી સુરક્ષિત નથી, પરંતુ એ પણ કહ્યું કે, અત્યારે વાયરસની અસર બાળકો પર ઓછી થઈ રહી છે. દુનિયા અને દેશના આંકડાઓ પર નજર નાંખીએ તો 3-4 ટકા બાળકોને હૉસ્પિટલમાં ભરતી કરવાની જરૂર પડી છે. નીતિ આયોગના સભ્ય વી.કે. પૉલે કહ્યું કે, “જો બાળકો કોવિડથી પ્રભાવિત થાય છે, તો યા તો કોઈ લક્ષણ નહીં હોય અથવા ઓછા લક્ષણો હશે. તેમને સામાન્ય રીતે હૉસ્પિટલમાં ભરતી થવાની જરૂરીયાત નથી, પરંતુ આપણે 10-12 વર્ષના બાળકો પર ધ્યાન આપવાની જરૂરીયાત છે.”
હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીએ નેઝલ વેક્તિનનો ટ્રાયલ શરૂ કરી દીધો છે. આ વેક્સિનને નાક દ્વારા આપવામાં આવશે, જે કોરોનાને હરાવવામાં કારગર સાબિત થઈ શકે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે નેઝલ સ્પ્રેના ફક્ત 4 ટીંપાની જરૂર રહેશે. નાકના બંને કાણાંમાં 2-2 ટીંપા નાંખવામાં આવશે. ક્નિકલ ટ્રાયલ્સ રજિસ્ટ્રી પ્રમાણે, 175 લોકોને નેઝલ વેક્સિન આપવામાં આવી છે. આમને ત્રણ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે. પહેલા અને બીજા ગ્રુપમાં 70 વોલિયેન્ટર રાખવામાં આવ્યા છે અને ત્રીજામામાં 35 વેલિયેન્ટર રાખવામાં આવ્યા છે. ટ્રાયલના પરિણામો અત્યારે આવવાના બાકી છે.