બ્રહ્માંડમાં એલીયનની શોધની પ્રયાસ કરી રહેલ અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા નાસાએ બે એકઝોપ્લેનેટ શોધી કાઢયા છે અને તે પૃથ્વીની કદના છે અને તેને હેબ્યુટેબલ ઝોન તરીકે ઓળખવામાં આવ્યા છે. આ બે નવા એકઝોપ્લેનેટ પૃથ્વીથી 100 પ્રકાશ વર્ષ દુર આવેલા છે અને તેની આસપાસ તારાઓ ફરે છે અને બંને ગ્રહો વસવાટ માટે યોગ્ય હોવાનું મનાય છે અને ત્યાં પાણી સહિતની માનવ જરૂરીયાત પણ હોઇ શકે છે.
આ ગ્રહની નજીક તારાઓ હોવાથી પ્રવાહી રીતે પાણી મોજુદ હોય તેવું માનવામાં આવે છે અને તે જીવનની રચના માટે સાનુકૂળ હોય તો કદાચ ત્યાં એલીયન પણ રહેતા હોઇ શકે છે. આ ગ્રહો ખડકાળ છે અને પૃથ્વીની લગભગ 9પ ટકા જેવી સાઇઝ ધરાવે છે.
નાસાએ પૃથ્વીના આકારના બે ગ્રહ શોધી કાઢયા
બન્ને ગ્રહ પૃથ્વીથી 100 પ્રકાશવર્ષ દૂર : એલિયન રહેતા હોવાની સંભાવના