Monday, January 13, 2025
Homeરાજ્યગુજરાતનરેશ પટેલ ઇચ્છે છે રાજયમાં પાટીદાર CM

નરેશ પટેલ ઇચ્છે છે રાજયમાં પાટીદાર CM

ખોડલધામ ખાતે લેઉવા-કડવા સમાજના અગ્રણીઓની બેઠકનો પ્રારંભ

- Advertisement -

ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી માટે દરેક પક્ષ અત્યારથી કમરકસી રહ્યો છે. ત્યારે આજે ખોડલધામ કાગવડ ખાતે લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાની બેઠક યોજાઈ છે. આ અંગે નરેશ પટેલે કહ્યું કે – કેશુભાઈ પટેલ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી, આગામી CM પાટીદાર સમાજનો હોય એવી ઈચ્છા છે. આ બેઠક મળવાના સમાચાર વહેતા થતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે. જેના પરથી મોટી રાજકીય ઉથલપાથલના સંકેત મળી રહ્યા છે.

- Advertisement -

ઉલ્લેખનિય છે કે આજે સવારે 10 વાગ્યાથી ખોડલધામ ખાતે કડવા અને લેઉવા પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ-આગેવાનો વચ્ચે બેઠક શરૂ થઈ ચૂકી છે. આ બેઠકમં વિશ્ર્વ ઉમિયાધામ ટ્રસ્ટ-અમદાવાદ, ઉંઝા, સિદસર, સમસ્ત પાટીદાર સમાજ-સુરત સહિતની સાત જેટલી સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે વધુમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, થોડા મહિના પહેલા ઉંઝા ખાતે માં ઉમિયાના દર્શન કરવા કડવા અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો એકત્ર થયા હતા. એ વખતે અમારા ભાઈઓ સાથે બેઠક યોજાઈ હતી.ત્યારબાદ કોરોનાની બીજી લહેર આવતા મિટિંગ થઈ શકી નહીં માટે આજે કાગવડ ખાતે અમારા ભાઈઓ આવી રહ્યા છે. આજે સમાજના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે. જેમાં સમાજના વિકાસની વાત પણ કરવામાં આવશે અને રાજકીય ચર્ચા પણ હશે. જો પાટીદાર સમાજ સાથે અન્યાય થયો હશે તો તેની પણ ચર્ચા થશે.

વધુમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, જરાતમાં પાટીદાર સમાજ વિશાળ સંખ્યામાં વસવાટ કરી રહ્યો હોવાથી આ બેઠક દરમિયાન અમે સરકાર તેમજ વહીવટી તંત્ર બન્નેમાં પાટીદાર સમાજને વધુમાં વધુ સ્થાન મળે તે વિશે ચર્ચા કરશું અને અમારા જે અધિકાર બને છે તેની ચર્ચા કર્યા બાદ સરકારને વાકેફ કરવામાં આવશે. અહીં કોઈ CM કે કોઈ પક્ષને સપોર્ટ કરવાની વાત નથી પરંતુ જે પક્ષમાં અમારા પાટીદારો છે તેમનું વર્ચસ્વ વધે તેની જરૂર થઈ ચર્ચા કરવામાં આવશે. હાલ ભાજપ અને કોંગ્રેસમાં બંનેમાં અધ્યક્ષ સ્થાને પાટીદારોની ચર્ચા થઈ રહી છે. હજુ 15 મહિના પછી ચૂંટણી યોજાવાની છે ત્યારે કદાચ કોરોનાની ત્રીજી લહેર પણ આવી જાય એટલે પાટીદારોનો ચૂંટણીમાં કયા પક્ષ સાથે હશે તે કહેવું મુશ્કેલ છે. વધુમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં ક્યાંકને ક્યાંક તંત્ર ફેલ થયું છે અને એ આપ સૌએ જોયું છે. ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ફાવ્યો નથી પરંતુ હાલ ’આપ’ જે રીતે આગળ વધે છે. તેનાથી ભવિષ્યમાં ’આપ’નું વર્ચસ્વ હશે તેવું મને લાગે છે. આપ’એ ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ ઘણા સારા કામ કર્યા છે અને તેની કામ કરવાની શૈલી પણ ઉમદા હોવાને કારણે તેનું ભવિષ્ય ઘણું ઉજળું દેખાઈ રહ્યું છે. પરંતુ કેશુભાઈ પટેલ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી. આગામી સીએમ પાટીદાર સમાજનો હોય એવી અમારી ઈચ્છા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular