Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરકેબિનેટ મંત્રીના હસ્તે નારણપર-નાઘુનના મેજર બ્રિજનું ખાતમુહૂર્ત

કેબિનેટ મંત્રીના હસ્તે નારણપર-નાઘુનના મેજર બ્રિજનું ખાતમુહૂર્ત

રૂા.4.5 કરોડના ખર્ચે 18 મીટર લંબાઈ અને 10 ગાળાનો બ્રિજ નિર્માણ પામશે: બ્રિજનું નિર્માણ થવાથી ગ્રામજનોને ચોમાસામાં પડતી મુશ્કેલીઓનો અંત આવશે : મંત્રી

- Advertisement -

રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર જિલ્લામાં આવેલ નારણપર-નાઘુના ગામના રસ્તે નાઘુના મેજરબ્રીજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. રૂ.4.5 કરોડના ખર્ચે 18 મીટર લંબાઈ અને 10 ગાળાનો બ્રિજ નિર્માણ પામશે.

- Advertisement -

ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બ્રિજ બનાવવા માટે રૂ.4.5 કરોડ ફાળવવામાં આવ્યા છે. મેજર બ્રિજની કામગીરી પૂર્ણ થવાથી નારણપર, નાઘુના તથા આજુબાજુના ગામોને તથા ગામના વાડી વિસ્તારના લોકોને ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલીઓથી રાહત મળશે. ખેડૂતોને મુશ્કેલીઓ ન પડે અને તેમની સુવિધામાં વધારો થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. શહેરોની સમકક્ષ ગામડાઓ પણ ગોકુળિયા બની રહ્યા છે. અને છેવાડાના ગામડા સુધી લોકોને વિકાસના ફળ ચાખવા મળ્યા છે .

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગરસર, તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન, બાંધકામ સમિતિના ચેરમેન પ્રવિણાબેન, સરપંચ સંજયભાઈ, કાર્યપાલક ઈજનેર છૈયાભાઈ, અગ્રણીઓ કુમારપાળ સિંહ, મુકુંદભાઈ, વિનોદભાઈ ભંડેરી, પરસોત્તમભાઇ, અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular