દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામમાં ડફેર શખ્સને પોલીસે ગેરકાયદેસર દેશી જામગરી હાથ બનાવટની બંદૂક સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા ગગુ બાબુભાઈ પરમાર નામના 31 વર્ષના હિન્દુ ડફેર શખ્સને પોલીસે પાસ કરવાના વગરની હાથ બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી લઈ, તેની સામે હથિયારધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.