જામનગર શહેર ભાજપ કિશાન મોરચા દ્વારા ગઈકાલે નમો કિશાન પંચાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર 78-79 મતવિસ્તારના આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ કિશાન મોરચાના અધ્યક્ષ હિતેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અને ઉપસ્થિત ખેડૂતોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂત લક્ષી લેવાયેલા પગલા તેમજ સરકાર દ્વારા ખેડૂતોને અપાતી સહાય તેમજ વિવિધ ખેડૂત લક્ષી યોજનાઓ ની માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ કિશાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હીરપરા તથા સરદાર ચૌધરી, જામનગરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલભાઈ કગથરા, જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય અંતર્ગતની પવનહંસ લિ.ના ડાયરેકટર અને પૂર્વ મેયર અમીબેન પરીખ,સુરેશભાઈ વસરા, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, ખુમાનસિંહ સરવૈયા તેમજ કોર્પોરેટરો, વિવિધ મોરચા ના હોદેદારો, કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.