કચ્છમાં કિસાનોની જમીન પર કોઈપણ મંજુરી કે યોગ્ય વળતર વિના ખાનગી કંપનીઓ વીજલાઈનો નાખી રહી હોવાથી આ મુદે વારંવાર વિરોધ ઉઠતો રહે છે. ત્યારે નખત્રાણાના કોટડા-જડોદર વિસ્તારના ખેડુતો આ મુદે વિફર્યા હતા. રસ્તા પર ચક્કાજામ કરીને કંપનીની કામગીરી અટકાવતા ભારે ડખ્ખો સર્જાયો હતો. કલાકો સુાધી રસ્તો બંધ રહેતા વાહનોના થપ્પા થયા હતા.
મળતી માહિતી મુજબ અગાઉ પાવરગ્રીડ તાથા અન્ય કંપની દ્વારા થઈ રહેલા સર્વે તાથા વિજલાઈન નાખવાના વિરોધ કરવા કિસાનો આકરા પાણીએ થયા છે. અગાઉ પાલનપુર વિસ્તારમાં આવી કંપની સામે કિસાનોએ વળતર મુદે પ્રાન્ત કચેરી સામે 3 દિવસ આંદોલન કરીને ન્યાય મેળવ્યો હતો. ત્યારે ફરી ખેડુતો એક થઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. તંત્ર સમક્ષ કરેલી રજુઆતોનો કોઈ પડાધો ન પડતા આજે ચક્કાજામ કરીને કંપનીન કામગીરી અટકાવાઈ હતી. બીજીતરફ કંપનીને કિસાનોના વિરોધનો અંદેશો આવી જતા પહેલાથી જ પોલીસ ખડકી દેવાઈ હતી. જેાથી વિરોધ સમયે ધરતીપુત્રો અને પોલીસ આમને સામને થઈ ગયા હતા. કોટડા-જડોદર નજીક મુખ્ય હાઈવે પર ચક્કાજામ કરી ખેડુતો હજુપણ અડીખમ વિરોધ શરૃ કર્યો છે. પોતાના પરીવારજનો સાથે રામધુન બોલાવીને સુત્રોચ્ચાર કરાઈ રહ્યા છે. પરીણામે નખત્રાણા લખપત હાઈવે બંધ થઈ જતાં પોલીસને એકશનમાં આવવાની જરૃર પડી હતી. કિસાનોના વાધતા જતા વિરોધના પગલે ભુજથી પણ મોટો પોલીસ કાફલો મોકલાયો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 60થી વધુ લોકોની અટકાયત બાદ પણ કિસાનો અડગ રહીને પોતાની માંગણી કરી રહ્યા છે. ત્યારે ઘટના ક્રમમાં વધુ દશ્યો ઉમેરાય તેવી વકી છે.