જામનગર તાલુકાના નાઘેડી ગામમાં રહેતા વૃધ્ધની યુવાન પુત્રી મધ્યરાત્રિના સમયે ઘરે થી ચાલી જતાં પોલીસે યુવતીની શોધખોળ આરંભી હતી.
મળતી વિગત મુજબ મુળ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામના વતની અને હાલ જામનગર તાલુકાના નાઘેડી ગામમાં પાણીના ટાંકા પાસે આવેલા માધવ 1 માં રહેતા જેરામભાઈ ડાભી નામના વૃધ્ધની પુત્રી પુજાબેન (ઉ.વ.20) નામની યુવતી ગત તા.07 ના રોજ રાત્રિના 9 વાગ્યાના અરસામાં તેના રૂમમાં સુઇ ગઈ હતી ત્યારબાદ મધ્યરાત્રિના દોઢ વાગ્યાના અરસામાં કોઇને જાણ કર્યા વગર ઘરે થી ચાલી ગઈ હતી શરીરે ગુલાબી કલરનું ટીશર્ટ અને વાદળી કલરનું પેન્ટ પહેરેલ કાળા અને ટૂંકા વાળ ધરાવતી ઘઉં વર્ણી મધ્યમ બાંધાની સાડા ચાર ફૂટની ઉંચાઇ તથા ગળાના ભાગે તલનું નિશાન તથા વાલ્વની તકલીફ છે. 11 ધોરણ સુધી ભણેલી ગુજરાતી તથા હિન્દી ભાષા જાણતી આધાર કાર્ડ અને જન્મના દાખલા સાથે ઘરેથી ચાલી ગયેલી પુજા અંગેની કોઇ જાણકારી મળે તો મેઘપર પોલીસ સ્ટેશનના વી સી જાડેજા મો.92652 00537 નંબર પર સંપર્ક કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.