પત્રકાર સુલભ શ્રીવાસ્તવ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં રવિવારે રાત્રે ઈંટ ભઠ્ઠાની બાજુમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામ્યા. પોલીસ આ મોતને અકસ્માત ગણાવી રહી હતી. જ્યારે પરિવારની શંકા છે કે તેની હત્યા કરવામાં આવી છે. આ મામલે રાજકારણ પણ ગરમાયું હતું.
કોંગ્રેસના મહામંત્રી અને ઉત્તર પ્રદેશના પ્રભારી, પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કરીને આ મામલે યુપીની યોગી સરકારને ઘેરી લીધી છે. સુલભ શ્રીવાસ્તવ એબીપી ન્યૂઝના પત્રકાર હતા.
પ્રતાપગઢના પોલીસ અધિક્ષક આકાશ તોમારે બીબીસીને જણાવ્યું હતું કે પહેલો બનાવ અકસ્માત જણાય છે, પરંતુ અમે તેની તપાસ કરાવી રહ્યા છીએ. એસપી આકાશ તોમારે કહ્યું, ઘટના સમયે કેટલાક પ્રત્યક્ષદર્શી પણ હાજર હતા. તેઓ કહે છે કે તે એક અકસ્માત છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ માહિતી મળશે. જોકે, હવે તેની પત્નીની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે.
ઉતરપ્રદેશમાં હિન્દી ચેનલના પત્રકારની હત્યા
ગત રવિવારે રાત્રે ઇંટના ભઠ્ઠા નજીક મૃતદેહ મળી આવ્યો હતો