જામનગર જિલ્લા જેલમાં હત્યા કેસના આરોપીનું હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે સિટી એ પીએસઆઈ સહિતના સ્ટાફ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાણપર ગામના અને હાલમાં જામનગરની જીલ્લા જેલમાં હત્યા કેસના આરોપી તરીકે રહેલ ગોવિંદ નથુ ખરા (ઉ.વ.52) તા.24 ના રોજ સવારે જિલ્લા જેલના પટાવાળાઓએ જગાડતા જાગ્યા ન હોય. સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે જામનગર જિલ્લા જેલાના જેલ સુબેદાર વિનોદભાઈ બેચરભાઈ સોલંકી દ્વારા પોલીસને જાણ કરાતા સિટી એ પીએસઆઈ એમ.કે. બ્લોચ સહિતના સ્ટાફ દ્વારા હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.