Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરના મ્યુ. કમિશનર સતીષ પટેલની માગણી મુજબ બદલી

જામનગરના મ્યુ. કમિશનર સતીષ પટેલની માગણી મુજબ બદલી

રાજ્યના કુલ 26 આઇએએસ અધિકારીઓની બદલી-બઢતીના હુકમો

- Advertisement -

જામનગરના મ્યુ. કમિશનર સતીષ પટેલ સહિત રાજ્યના 26 આઇએએસ અધિકારીઓની બદલી અને બઢતીના હુકમો કરવામાં આવ્યા છે. જામનગરના કમિશનર સતીષ પટેલને ગાંધીનગર સચિવાલયના મધ્યાહ્ન ભોજન કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે. સતિષ પટેલે ગયા વર્ષે જ પોતાની ગાંધીનગર અથવા તો અમદાવાદ બદલી કરવા માટે રાજ્ય સરકારને પત્ર લખી માગણી કરી હતી, પરંતુ કોરોનાની બીજી લહેર અને મહાપાલિકાની ચૂંટણીઓને કારણે તેમની બદલી અટકી પડી હતી. આખરે રાજ્ય સરકાર દ્વારા ગઇકાલે કરવામાં આવેલા હુકમો અંતર્ગત સતિષ પટેલની માગણી અનુસાર તેમની ગાંધીનગર બદલી આપવામાં આવી છે.

રાજ્ય વિધાનસભાના બજેટ સત્રથી સીનિયર આઈએએસ ઓફિસરોની બદલીના ભણકારા વાગતાં હતા પરંતુ, દરમ્યાન કોરોનાની બીજી લહેરે કહેર વર્તાવવાના કારણે તે રોકાઈ હતી. હવે, સરકારે 9મીના બુધવારની મોડી સાંજે 26 સિનિયર આઈએએસ ઓફિસરોની બદલી કરી છે. જેમાં 8 અધિકારીઓને તો બઢતી આપવામાં આવી છે. અહીં મહત્વની બાબત એ છે કે, સિનિયર આધિકારી પંકજ કુમાર પાસે મહેસુલ અને ગૃહ વિભાગ જેવી મહત્વની જવાબદારી હતી. તેમને મહેસુલ વિભાગમાંથી મુક્તિ આપીને ફુલ ફ્લેજ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ (એસીએસ) તરીકે નિયુક્તિ અપાઈ છે.

જ્યારે તેમના મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકેની જવાબદારી કમલ દાયાણીને સોંપાઈ છે. તેમને સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ પદેથી ખસેડીને તેમની સેવાની એક રીતે તો, કદર કરાઈ છે. એવી જ રીતે, તાજેતરના કોરોના કાળમાં મહત્વની જવાબદારી અદા કરનાર વન-પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તાની સેવાની કદર કરીને તેમને ઉધોગ-ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે મૂકવામાં આવ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશ્નર સ્વરુપ પી.ને બદલીને મહેસુલ વિભાગમાં જમની સુધારણા કમિશ્નર પદે મૂકવામાં આવ્યા છે. જ્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરના પદે શાલીની અગ્રવાલને સુપર ટાઈમ સ્કેલમાં બઢતી આપીને નિયુક્તિ આપવામાં આવી છે. એવી જ રીતે સુરત મ્યુનિસિપલ કમિશ્નર બંચ્છઆનિધિ પાનીને પણ સુપર ટાઈમ સ્કેલમાં બઢતી આપીને તે જ જગ્યાએ કાયમ રાખવામાં આવ્યા છે. રાજ્ય સરકારે 8 સનદી અધિકારીઓને સુપર ટાઇમ સ્કેલમાં પગાર વધારા સાથે પ્રમોશન પણ આપ્યા છે. તેમાંથી 3 અધિકારીઓને હાલના પદ ઉપર જ યથાવત રખાયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular