ગુજરાત સરકાર દ્વારા જામનગરમાં આવેલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે મુકુલ પટેલની નિમણૂંક કરવામાં આવી છે અને હાલમાં વા. ચાન્સેલર તરીકે વધારાનો ચાર્જ સંભાળી રહેલા અનુપ ઠાકરને વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
જામનગરમાં આવેલ વિશ્ર્વ પ્રસિધ્ધ આયુ. યુનિ.માં ભારતનું સ્થાન વિદેશમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતાં હોય છે. આયુ. યુનિ.માં ચાલતાં આયુર્વેદલક્ષી અનેક અભ્યાસક્રમો ખૂબ પ્રચલિત છે અને આયુ.નું મહત્વ પણ ખૂબ વધી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા જામનગર ખાતે આવેલ વિશ્ર્વ પ્રસિધ્ધ આયુર્વેદ યુનિવર્સિટીના વા. ચાન્સેલર તરીકે મુકુલ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. તેમજ હાલમાં આયુર્વેદ યુનિ.માં વા. ચાન્સેલર તરીકે વધારાનો ચાર્જ સંભાળી રહેલા ઇન્સ્ટીટયૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઇન આર્યુવેદા જામનગર (આઇટીઆરએ)ના ડાયરેકટર અનુપ ઠાકરને વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.