કાલાવડની મુક્તાબેન કન્યા વિદ્યાલયમાં 2020/21 ના વર્ષ માં ધોરણ 9 થી 12 ના ટોપ ટેન વિદ્યાર્થીઓ ને ઈનામ વિતરણ તેમજ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં કાલાવડના ધારાસભ્ય પ્રવીણ મુસડીયા તેમજ સંસ્થાના પ્રમુખ જે.ટી.પટેલ , કાલાવડ નગર પાલિકાના પ્રમુખ અજમલ ગઢવી, તાલુકા પંચાયતના સદસ્ય દેવ દાન ભાઈ જારીયા , કાલાવડ માર્કેટિંગ યાર્ડના ચેરમેન યુવરાજસિંહ જાડેજા,જા.ડિ.કો.ઓ.બેંકના વાઇસ ચેરમેન રાજુભાઈ વાદી, તાલુકા પંચાયત સદસ્ય અશોકસિંહ જાડેજા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ ઇન્ચાર્જ આચાર્ય શ્રી વસંત બેન જેસડીયાએ કરી હતી.