Friday, December 5, 2025
HomeબિઝનેસStock Market Newsદિવાળી પર શેરબજારમાં સાંજને બદલે બપોરે થશે મુહૂર્ત ટ્રેડિંગ

દિવાળી પર શેરબજારમાં સાંજને બદલે બપોરે થશે મુહૂર્ત ટ્રેડિંગ

ભારતીય શેરબજારમાં દિવાળીના દિવસે મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા છે. આ દિવસે સ્ટોક એક્સચેન્જ બંધ હોવા છતાં, તે સાંજે એક કલાકના ખાસ સમયગાળા માટે ખુલ્લું રહે છે, જેને મુહૂર્ત ટ્રેડિંગ તરીકે ઓળખવામાં આવે છે. જો કે, આ વખતે, મુહૂર્ત ટ્રેડિંગ 21 ઓક્ટોબરે સાંજને બદલે બપોરે થશે. એટલે આ અવસર પર સ્ટોક એક્સચેન્જ BSE અને NSE પર બપોરે 01:45 થી 02:45 વાગ્યા સુધી એક કલાકનો ખાસ મુહૂર્ત ટ્રેડિંગ સત્ર યોજશે. મુહૂર્ત ટ્રેડિંગ માટે 15 મિનિટનો પ્રી-ઓપનિંગ સત્ર બપોરે 1:30 થી 1:45 વાગ્યા સુધી યોજાશે.

- Advertisement -

મુહૂર્ત ટ્રેડિંગ ટાઇમ સ્લોટમાં ઇક્વિટી, કોમોડિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ, ઇક્વિટી ફ્યુચર્સ અને ઓપ્શન્સ અને સિક્યોરિટીઝ લેન્ડિંગ અને બોરોઇંગ સહિત વિવિધ સેગમેન્ટમાં ટ્રેડિંગનો પણ સમાવેશ થશે. BSE-NSE એ 22 સપ્ટેમ્બરના રોજ જાહેર કરાયેલા એક પરિપત્રમાં આ જાહેરાત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular