કાલાવડ તાલુકાના મુળીલા ગામના રોડથી ગનીપીર દરગાહ સુધીના રોડ નું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. ભારે વરસાદને કારણે આ રોડ નું ધોવાણ થઇ ગયું હતું જેને ધ્યાને લઇ નવો રોડ બનાવવા કામગીરી હાથ ધરાઈ હતી. દાઉદીવ્હોરા સમાજ ના આગેવાનો અને ભાજપ આગેવાનોના હસ્તે રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં દાઉદી વ્હોરા સમાજ ના લોકો અને ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.