પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજયસભાને સંબોધિત કરતા કોરોના, કોરોના વેકસીન, આત્મનિર્ભર, આર્થિક સ્થિતિ, ખેડૂત આંદોલન, ચીન તેમજ અન્ય મુ્દા પર વિસ્તૃત મુદ્દાઓની ચર્ચા કરી હતી. તેમજ રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપ્યો હતો અને સરકારની દરેક ઉપલબ્ધિઓને પણ ગણાવી હતી. કૃષિ કાયદાના મુદ્દા પર ચાલી રહેલા આંદોલનને લઇ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ટેકાના ભાવ હતા, છે અને રહેશે. એવામાં ખેડૂતોના આંદોલનને ખત્મ કરવું જોઇએ અને ચર્ચા ચાલુ રાખવી જોઇએ. આ સિવાય કેટલાંય મુદ્દા પર પીએમ મોદીએ વિપક્ષ પર કટાક્ષ કર્યા.
આપણે એ ના ભૂલવું જોઇએ કે કેટલાંક લોકો આપણને ખાસ કરીને પંજાબના શીખ ભાઇઓના મગજમાં ખોટી વસ્તુઓ ભરવામાં લાગ્યા છે. આ દેશ દરેક શીખ માટે ગર્વ કરે છે. દેશ માટે તેમણે શું નથી કર્યું. તેમને જીતવાનો આપણો આદર કરીએ એટલો ઓછો છે. મારું ભાગ્ય રહ્યું છે કે મને પંજાબની રોટલી ખાવાની તક મળી છે. જે ભાષા તેમના માટે કેટલાંક લોકો બોલે છે તેમને ગુમરાહ કરવાનો જે લોકો પ્રયાસ કરે છે તેનાથી કયારેય દેશનું ભલું થશે નહીં.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આંદોલન પૂર્ણ કરવાની અપીલ પર ખેડૂત નેતા રાકેશ ટીકૈતનું નિવેદન સામે આવ્યું છે. ટિકૈત કહ્યું કે MSP પર સરકાર કાયદો બનાવે, નાના ખેડૂતો જ પ્રદર્શન કરી રહ્યાં છે.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે મે એ માગ કરી છે કે MSP પર સરકાર કાયદો બનાવે. MSP પર કાયદો બનશે તો દેશના ખેડૂતોને ફાયદો થશે. આ આંદોલનમાં નાના ખેડૂતો જ પ્રદર્શન કરી રહ્યાં છે. રાકેશ ટિકૈતે કહ્યું કે સરકાર સાથે અમારી કમિટી વાત કરશે. આ રાજકીય આંદોલન નથી. રાજકીય લોકો આંદોલનમાં ક્યાં છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના ખેડૂતોને આંદોલન પૂર્ણ કરવાની અપીલ પર ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે ટિપ્પણી કરી. ટિકૈતે કહ્યું કે ભૂખ પર વેપાર ન થવો જોઇએ. એવા કરનારાઓને બહાર નીકાળી દેવા જોઇએ. વાતચીતના અવસર પર રાકેશ ટિકૈતે કહ્યું કે જો વાતચીત કરવા ઇચ્છે છે તો અમે તૈયાર છીએ. પરંતુ અમારું પંચ પણ એ જ છે અને મંચ પણ એ જ છે. ટિકૈતે કહ્યું કે આ બિલોને પરત ખેંચીને MSP પર કાયદો બનાવો જોઇએ.